રામ મંદિર(RAM MANDIR)માં સમાવિષ્ટ રામલલ્લાની મૂર્તિ પર ૧૪ નંગ જ્વેલરી પેહરાવેલ છે, જે લખનૌ સ્થિત હરસહાઈમલ શ્યામલાલ જ્વેલર્સ દ્વારા હાથથી બનાવેલી છે. તેમાંના દરેક જ્વેલરી નંગ સોનાથી બનેલા છે અને ઝવેરાતથી સજ્જ છે. ઝવેરાતમાં ઘડેલા હીરા, નીલમણિ અને માણેક, ભગવાન રામના રાજ્યના વૈભવને પ્રતિબિંબિત કરે છે એવું ઝવેરીએ જણાવ્યું હતું .
અયોધ્યાના ગર્ભગૃહની અંદર મૂકવામાં આવેલ મૂર્તિ નું નામકરણ “બાળક રામ”(BALAK RAM) તરીકે કરવામાં આવેલ છે .સ્થાપિત મૂર્તિ 51 ઇંચની છે અને અને એની સાથે ગર્ભગૃહની અંદર જૂની મૂર્તિ પણ મુકવામાં આવી છે. આની ઝલક જોવા માટે આ કાતિલ ઠંડીનો સામનો કરીને ભક્તોની ભીડ પહેલેથી જ એકત્ર થઇ ગઈ હતી.
મંદિરમાં પ્રવેશવાની અને પ્રાર્થના કરવાની જેને તક મળે છે તેઓ જ્યારે રામલલ્લા(RAMLALLA)ની મૂર્તિને જુવે છે ત્યારે તેમણે વૈભવ અને સુદર નઝારો જોવા મળે છે. મંદિરના ટ્રસ્ટના જણાવ્યા અનુસાર શણગારવામાં આવેલા ભવ્ય આભૂષણો અને પોશાક દૈવી સ્થિતિનું વર્ણન કરે છે અને મૂર્તિ પર ચડાવવામાં આવેલા તમામ દાગીના પોતાનું એક અર્થ ધરાવે છે જે એક વ્યાપક સંશોધન કર્યા પછી આનું તારણ કાઢવામાં આવ્યું છે
રામ મંદિર ખાતે બિરાજમાન રામલલ્લા(RAMLALLA)ની મૂર્તિને 1700 ગ્રામ વજનનો સુંદર પીળો સોનાનો મુગટ ચડાવવામાં આવેલ છે આ મુગટ બનાવનાર લખનૌમાં હરસહાઈમલ શ્યામલાલ જ્વેલર્સના જણાવ્યા અનુસાર મુગટ 75 કેરેટ હીરા, અને 135 કેરેટ (આશરે) ઝામ્બિયન નીલમણિ અને 262 કેરેટ રૂબી ઉપરાંત અન્ય રત્નોનો ઉપયોગ કરવામાં આવ્યો છે “મુકુટને બનાવતી વખતે એ વાત ધ્યાનમાં રાખ્યું હતું કે આ મુકુટ માત્ર સાડા પાંચ વર્ષનાં બાળક માટેનું છે. અને આ તમામ દાગીનાઓની ડીઝાઈન અમે હિંદુ ગ્રંથો અને ટીવી શો રામાયણમાંથી પણ પ્રેરણા લીધી છે” એવું જ્વેલરે એક રિલીઝમાં જણાવ્યું હતુંમુકુટમાં સૂર્યનું પ્રતિક પણ લગાવવામાં આવ્યું છે જે ભગવાન રામના વંશને દર્શાવે છે અને મુકુટની જમણી બાજુએ જટિલ રીતે વણાયેલા મોતીની તાર પણ છે
રામલલ્લાનું તિલક
રામલલ્લા(RAMLALLA)નું તિલક પણ પીળા સોનામાં બનેલું છે, જેનું વજન લગભગ 16 ગ્રામ છે. જેનાં મધ્યમાં એક ગોળાકાર સ્વરૂપમાં ત્રણ કેરેટનું કુદરતી હીરો પણ જડવામાં આવેલ છે અને તેની આસપાસ આશરે 10 કેરેટ વજનના નાના નાના હીરા પણ મુકેલા છે. મુકુટમાં જે માણેક લગાવવામાં આવી છે તે બધા કુદરતી બર્મીઝ માણેક છે. આ ભવ્ય તિલક ને ભમરની વચ્ચે મુકવામાં આવી છે જે અજાના ચક્રનું સ્થાન પણ ગણાય અને જેને અંતર્જ્ઞાનની આંખ પણ માનવામાં આવે છે.
આ પણ વાંચો:રામમંદિરને અર્પણ કરાઈ વિશ્વની સૌથી મોંઘી રામાયણ ની આવૃત્તિ, જાણો શું ખાસિયત
રામલલ્લાના વિવિધ પ્રકારના નેકલેસ
રામલલ્લા(RAMLALLA)ની મૂર્તિને એક સુંદર સોનાનો નેકલેસ (હાર) પહેરાવામાં આવેલ છે. ગળામાં પેહરાવેલ કંથા એક અર્ધચંદ્રાકાર આકારનો હાર છે જે રત્નોથી જડિત છે અને તેમાં ફૂલોની કૃતિયો છે જે સારા નસીબનું પ્રતીક છે.સોનામાંથી બનાવાયેલ આ હાર હીરા, માણેક અને નીલમણિથી જડાયેલો છે અને આ ગળાનો હાર દૈવી વૈભવ દર્શાવે છે.
રામલલ્લાની મૂર્તિને પદિકાથી પણ શણગારવામાં આવી છે ગળાની નીચે અને નાભિની ઉપર પહેરવામાં આવેલો હાર છે જે હીરા નીલમણિથી બનેલો પાંચ સેરનો હાર છે, જેમાં એક વિશાળ, અલંકૃત પેન્ડન્ટ છે. અને તેમાં કૌસ્તુભ મણી પણ છે જે એક મોટા રુબી અને હીરાથી શણગારવામા આવેલ છે
રામલાલ્લા(RAMLALLA)ને ગાળામાં જે હાર પહેરવામાં આવેલ છે તેમાનું એક હાર સૌથી લાંબો છે જેને વિજયમાળા તરીકે ઓળખવામાં આવે છે .વિજય ના પ્રતીક તરીકે ઓઢકાતો આ હાર માં સુદર્શન ચક્ર, કમળ, શંખ અને મંગલ કલશ, વૈષ્ણવ પરંપરાના પ્રતીકો તરીકે દર્શાવવામાં આવેલ છે. નેક્લેસમાં પવિત્ર ગણાતા કમલ, કુંડ, પારિજાત, ચંપા અને તુલસી એમ પાંચ પુષ્પો પણ છે. નેકપીસની લંબાઈ પગ સુધી પહોચે છે અને તે અમર્યાદ ભક્તિ અને નમ્રતાનું પ્રતીક છે
આ પણ વાંચો :અહીની મહિલાઓ શ્રી રામને કેમ ગાળો આપે છે? જાણો શું છે પરંપરા
રામલલ્લા નું કમરબંધ
રામલલ્લા(RAMLALLA)ની કમર પર કમરની પટ્ટી કે જેને કર્ધાની તરીકે પણ ઓળખવામાં આવે છે તે રત્ન જડિત અને સોનાથી બનેલો છે જેમાં માણેક, મોતી,હીરા અને નીલમણિ જડવામાં આવેલ છે અને તેનું વજન લગભગ 750 ગ્રામ છે.પ્રાચીન ગ્રંથોમાં કમર બંધને રાજવી અને દૈવી કૃપાના પ્રતીક તરીકે માનવામાં આવતું હતું જે દેવતાઓ અને રાજાઓ દ્વારા તેમના પ્રતિષ્ઠિત કદને દર્શાવવા માટે પહેરવામાં આવતું હતું,એવું જ્વેલરે જણાવ્યું હતું
આ પવિત્ર આભૂષણમાં હીરાનો ઉપયોગ અતૂટ શક્તિ અને શાશ્વત ગુણોને દર્શાવવા માટે કરવામાં આવ્યો છે જ્યારે માણેક ભગવાન રામની હિંમત અને જુસ્સાને પ્રતિબિંબિત કરે છે, નીલમણિ, જ્ઞાન અને શાંતિનું પ્રતીક અને ભગવાન રામની બુદ્ધિ ક્ષમતા ને દર્શાવે છે, જયારે મોતી એ શુદ્ધતા અને સુઘડતા અને આધ્યાત્મિક આભાને વધારે છે. દાગીનાની જટિલ પેટર્ન અયોધ્યાના ભવ્ય સ્થાપત્યથી પ્રેરિત છે અને જે ભગવાન રામના રાજ્યની ભવ્યતા અને સમૃદ્ધિનું પ્રતિબિંબિ છે.
પાયલ
પાયલને પાઘ કુડા તરીકે પણ ઓળખાય છે, આ પગની ઘૂંટીનું વજન લગભગ 400 ગ્રામ છે અને તે માણેક અને હીરા જડિત છે આમાં બીજી પાયલ પણ છે જે 22-કેરેટ સોનામાં રચાયેલી છે, જેનું વજન લગભગ અડધો કિલો છે. પાયલના દરેક ભાગને ભગવાન રામ સાથે સંકળાયેલ સમૃદ્ધિ અને દૈવી કૃપાને પ્રતિબિંબિત કરવા માટે કાળજીપૂર્વક રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે.
આ સુંદર દાગીના બનાવવાની પાછળ એક કુશળ ઝવેરી છે
રામલલ્લા(RAMLALLA)ની મૂર્તિને પહેરવવામાં આવેલ તમામ ૧૪ દાગીના , હરસહાઈમલ શ્યામલાલ જ્વેલર્સ (HSJ) દ્વારા સંપૂર્ણ પણે હસ્ત કળા દ્વારા બનાવવામાં આવેલ છે “ આ પ્રોજેક્ટ માટે અમને પસંદ કરવામાં આવ્યું તે અમારા માટે ખરખર સન્માનિત અને ધન્ય અનુભવવાની વાત છે . શ્રી રામ લલ્લા માટે આભૂષણો જાતે તૈયાર કરવામાં સક્ષમ થવું એ એક લહાવો છે એવું તેમણે જણાવ્યું હતું.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં