મહિલા પોતાની સ્ટાઈલમાં શ્રી રામને ગાળો આપતો વીડિયો સોસીયલ મીડિયામાં વાઈરલ, જાણો શું છે સમગ્ર હકીકત
અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યકર્મ પૂર્ણ
અયોધ્યા ખાતે રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા કાર્યકર્મ પૂર્ણ થયું છે પરંતુ હાલમાં જ્યાં જુઓ ત્યાં ટેલીવિઝન હોય,અખબાર હોય કે પછી સોશિયલ મીડિયા દરેક જગ્યાએ શ્રી રામને ને લગતા સમાચારો અને માહિતીઓ પ્રકાશિત થઇ રહી છે ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાઈરલ થઇ રહ્યો છે જેમાં મહિલાઓ શ્રી રામને અપશબ્દો કહેતા સભળાય છે અને તેના પર ડાન્સ પણ કરે છે
View this post on Instagram
શ્રી રામને મહિલા ગાળો આપતી હોવાનો વિડિયો વાઈરલ
રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ હવે પૂર્ણ થયું છે પ્રધાન મંત્રી મોદી દ્વારા શ્રી રામની પ્રાણ પ્રતિષ્ટ કરી હતી ઉપરાંત દેશના અલગ અલગ પ્રોફેસન સાથે સંકળાયેલા દિગ્ગજો પણ હાજર રહ્યા હતા અને લોકોએ પોતાની રીતે પૂજા અર્ચના કરી હતી આ વાઈરલ થયેલા વિડીયોમાં તમે જોઈ શકો છો કે પાડોશી દેશ નેપાળની મહિલાઓ અયોધ્યા ખાતે છે અને શ્રી રામનું અપમાન કરી રહી છે અને તે આવું કરીને ખુશ પણ થાય છે તમે પણ આ વિડીયો એક વાર જરૂર જુવો
View this post on Instagram
વાઈરલ થયેલા વિડીયોમાં કેટલીક મહિલાઓ પુરુષ સાથે વાત કરતા દેખાય છે અને જયારે તેઓ બોલવાનું શરુ કરે છે ત્યારે તમને પણ આશ્ચાર્ય થશે. આમાંથી એક મહિલા ભગવાન રામને અપશબ્દો બોલતી દેખાય છે અને તે સામુહિક રીતે રામ અને લક્ષ્મણની જોડીને દુરુપયોગ કરે છે જોકે આ અપશબ્દો અભદ્ર કે અપમાન મજાક નથી પરંતુ પરંતુ તે એક અલગ પ્રકારની પરંપરા છે વાસ્તવમાં નેપાળમાં શ્રી રામને જમાઈના રૂપમાં પૂજવામાં આવે છે અને પરંપરા મુજબ પુત્રીના વિદાય સમયે લગ્નમાં આપવામાં આવતી વેદનાઓ પણ શ્રી રામ માટે ગાવામાં આવે છે
આ વિડીયો સોશિયલ મીડિયા એપ ઈન્સ્ટાગ્રામ શેરક રવામાં આવ્યું છે જેને અત્યાર સુધીમાં 3 લાખથી વધુ લોકો જોઈ ચુક્યા છે અને ૧૩ હજારથી વધુ લોકોએ લાઇક કરી છે
મીથીલામાં જમાઈ ને ગાળો આપવાની શું છે આ પરંપરા
દેશમાં એક એવું સ્થળ છે કે જ્યાં ભગવાન રામ ઉપરાંત તેમના માતા-પિતાને પણ ગાળો આપવામાં આવે છે આ સ્થળ છે બિહારનુ મીથીલા. મીથીલા એ ભગવાન રામનું સાસરું માનવામાં આવે છે સીતામાતા મીથીલાના દીકરી હતા અને તે માટે ત્યાના લોકો ભગવાન રામને જમાઈ મને છે મીથીલામાં જમાઈને પાહુન કહેવામાં આવે છે અહી જમાઈ ને ગાળો આપવાની પરંપરા છે એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ખરાબ નજર લાગતી નથી અને કોઈ પણ કાર્ય નિર્વિધ્ન પૂરું થય છે
૨૩ જાન્યુઆરીથી શ્રી રામના ભક્તો માટે ખુલ્લું મુકવામાં આવશે રામ મંદિર
રામ મંદિરને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહ છે પ્રધાન મંત્રી મોદી દ્વારા પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યકર્મ હવે પૂરું થયું છે ત્યારે હવે રામ ભક્તો શ્રી રામના દર્શન કરવા માટે આતુર છે ત્યારે હવે મળતી માહિતી મુજબ પ્રાણ પ્રતિસ્થા થય ગયા પછી ૨૩ જાન્યુઆરી થી ભક્તો રામ લલ્લા દર્શન કરી શકશે
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં