પુસ્તક વિક્રેતાએ રામ મંદિરમાં વિશ્વની સૌથી મોંઘી રામાયણ અર્પણ કરી
અયોધ્યા ખાતે રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠાનું કાર્યકર્મ પ્રધાનમંત્રી મોદી દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું છે અને રામલલ્લાની વિશેષ મૂર્તિ ને હવે એક સન્માનીય ધામ માં સ્થાપિત કરાયું છે .આ સમગ્ર ની વચ્ચે એક પુસ્તક વિક્રેતાએ પવિત્ર શહેર અયોધ્યાના રામ મંદિરમાં વિશ્વની સૌથી મોંઘી અને અનોખી રામાયણની આવૃત્તિ પ્રસ્તુત કરી છે. આ વિશેષ રામાયણની આવૃત્તિની કીમત ₹1.65 લાખ છે અને આ રામાયણની વિશેષ આવૃત્તિને ‘સૌથી સુંદર’ આવૃત્તિ કહેવામાં આવી રહી છે
પુસ્તક વિક્રેતા, મનોજ સતી,ભગવાન રામની જીવન કથા પર વાલ્મીકિ દ્વારા લખાયેલ પવિત્ર પુસ્તક રામાયણ અંગે જણાવ્યું હતું કે તેમણે તૈયાર કરેલી આ “પુસ્તકની ડીઝાઈન રામમંદિરના ડીઝાઈન ને આધારિત છે અને તેના ત્રણ બોક્સ મંદિરના ત્રણ માળને પ્રતિબિંબિત કરે છે
રામાયણ આ વિશેષ આવૃત્તિની કીમત છે ₹1.65 લાખ
આ પુસ્તક માટે વપરાયેલ કાગળ ફ્રાન્સમાં બનાવવામાં આવેલ છે અને આ કાગળ એસિડ-મુક્ત પેટન્ટ પેપર છે. ઉપરાંત પુસ્તકનું કવર ઈમ્પોર્ટેડ મટિરિયલમાંથી બનાવવામાં આવ્યું છે, જ્યારે તેમાં વપરાયેલી શાહી જાપાનથી આયાત કરવામાં આવી છે. અનેતેની ડિઝાઇન માટે વપરાયેલું લાકડું અમેરિકન અખરોટનું લાકડું અને કેસર છે.
વધુમાં મનોજ સતીએ જણાવ્યું હતું કે, “45 કિલો વજન ધરાવતું આ પુસ્તક 400 વર્ષથી વધુ સમય સુધી ટકી રહેશે અને આવનાર પેઢીઓ પુસ્તકને વાંચી શકે છે“પુસ્તક વિક્રેતાએ કહ્યું હતું કે “ અમે અયોધ્યાના ટેન્ટ સિટીમાં અમારી સુંદર રામાયણ લઈને આવ્યા છે. આ વિશેષ આવૃત્તિમાં ઘણા બધા ગુણો છે અને તે તે વિશ્વની સૌથી મોંઘી રામાયણ છે અને આમ પણ કહી શકાય છે કે વિશ્વની સૌથી સુંદર રામાયણ હાલ અયોધ્યામાં છે. તેમણે ઉમેર્યું, “સુંદર અને આકર્ષક ડિઝાઇન પાછળનો હેતુ એ છે કે જે પણ આ પુસ્તક વાંચે તેમણે દરેક પૃષ્ઠ પર એક અલગ ડિઝાઇન જોવા મળે.”
રામ મંદિરનો બહુપ્રતિક્ષિત અભિષેક સમારોહ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું છે. આ ભવ્ય કાર્યક્રમમાં સંતો, રાજકારણીઓ અને હસ્તીઓ સહિત હજારો લોકો હાજર રહ્યા હતા.
મંદિર 23 જાન્યુઆરીથી લોકો માટે ખુલ્લું મુકાશે.
મંગળવારથી મુખ્ય અભિષેક સમારોહ યોજાનાર છે જેમાં સાત દિવસીય વૈદિક વિધિ શરૂ થશે . શનિવારે, ધાર્મિક વિધિના પાંચમા દિવસે, ગર્ભગૃહ જ્યાં ભગવાન રામની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે તેને સરયુના પવિત્ર જળથી ધોવામાં આવશે. આ પછી ‘વાસ્તુ શાંતિ’ અને ‘અન્નધિવાસ’ વિધિઓ કરવામાં આવશે. અગાઉ શુક્રવારે, ‘યજ્ઞ’ શરૂ કરવા માટે કાપડની મદદથી લાકડાના બે પાટિયા ઘસીને ‘અરણીમંથ’ના ભાગ રૂપે પવિત્ર અગ્નિ પ્રગટાવવામાં આવી હતી – જે અભિષેક સમારોહ સુધી ‘અખંડ’ (સતત) રહેશે.
ઉલ્લેખનીય છે કે પ્રાણ પ્રતિષ્ઠા થઇ ગયા પછી રામ ભક્તો માટે મંદિર 23 જાન્યુઆરીથી લોકો માટે ખુલ્લું મુકાશે
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં