ભારતમાં દરેક તહેવારનું ખૂબ જ ખાસ અને વિશિષ્ટ રીતે ઉજવવામાં આવે છે. એવામાં જાન્યુઆરી મહિનામાં આવતો તહેવાર એટલે કે મકરસંક્રાન્તિ ભાગ ભારતના દરેક નાગરિકો વિશિષ્ટ રીતે ઉજવે છે. ભારત સરકાર દ્વારા આ તહેવારને રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉલ્લેખ કરાયો છે આજે સૂર્ય ઉત્તર તરફ નમશે એટલા માટે તે દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે..!!
આ દિવસને મકરસંક્રાંતિ તરીકે ઉજવવામાં આવે છે.કારક કે આં દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તે ઉપરાંત ગંગાજીનું પણ આ દિવસે ખૂબ જ મહત્વ રહેલું હોય છે. ગંગાજી મકરસંક્રાંતિના દિવસે જ ભગીરથ ની પાછળ પાછળ ચાલી અને કપિલ મુનિના આશ્રમમાં થી પસાર થયા હતા અને ત્યારબાદ તે સાગરમાં મળી ગયા હતા..!!
મકરસંક્રાન્તિ માં પતંગ શા માટે ચગાવા માં આવે છે?
આ પતંગ ચગાવવા માટે સમય પસાર કરવાથી તેમનું શરીરમાં ખૂબ જ વધારે પ્રમાણમાં સૂર્ય તાપ તેમજ સૂર્યનો પ્રકાશ ફેલાય છે. આ સમયે ખૂબ જ વધારે પ્રમાણમાં ઠંડી હોય છે. તેના કારણે શિયાળાની ઋતુમાં સૂર્યપ્રકાશ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે..!!
આ દિવસે ગાયોને ઘાસચારો નાખવાનો પણ વર્ષોથી વિવાદ ચાલ્યો આવે છે. આ દિવસે ગાયોને દાન કરવાનું પણ ખૂબ જ વિશિષ્ટ મહિમા હોય છે. ઉપરાંત આ દિવસે કરવામાં આવેલું દાન શ્રેષ્ઠદાન ગણાય છે. તે ઉપરાંત આ દિવસે કરવામાં આવેલું ગુપ્તદાન પણ સર્વશ્રેષ્ઠ ગણાય છે..!!
પૌરાણિક કથા માં મકરસંક્રાન્તિ નો કઈ રીતે ઉલ્લેખ થયો છે?
પૌરાણિકકથાઓ મુજબ ઉતરાયણની ઉલ્લેખ કરવામાં આવે તો આજ દિવસે ભગવાન વિષ્ણુ દ્વારા તમામ મિત્રો તથા દેવોને જમીનમાં દાટવામાં આવ્યા હતા.તે બધા વચ્ચે ખૂબ જ યુદ્ધ થયું હતું અને તેનો અંત આવ્યો હતો. ભગવાન દ્વારા તેમ તે તમામ દાનવોતથા અસુરોનામાથા મંદિરમાં દાટી દેવામાં આવ્યા હતા. આ પ્રમાણે આ દિવસને નરસી તેમ જ નકારાત્મક સત્તાનો અંત માનવામાં આવે છે…!!
મહાભારત ગ્રંથ માં મકરસંક્રાન્તિ વિષય માં શું જણાવ્યું છે?
કથા મુજબ મહાભારત કાળના સમયમાં ગંગાપુત્ર ભીષ્મ પિતામહ કે જેઓ આઠ વસુઓમાંના એક હતા. એક શ્રાપના કારણે તેમને મનુષ્ય અવતાર લેવો પડ્યો હતો. તેમના આ અંતિમ મનુષ્ય દેહમાં કરેલા જીવનના કર્મોના પ્રભાવથી મુક્તિ માટે એક શુભ દિવસની રાહ જોતા હતા. સૂર્ય ઉત્તરનો થયા બાદ પ્રકૃતિમાં થનારા પરિવર્તનના અનુભવમાં તેમજ યુદ્ધ દક્ષિણ આયનમાં શરૂ થયું હોવાના કારણે સૂર્ય જ્યાં સુધી ઉત્તર આયનનો ન થાય ત્યાં સુધી તેઓ શરીર ત્યાગ કરવા માગતા નહોતા. તેથી જ તેમણે ઉત્તરાયણના સમય બાદ શરીરનો ત્યાગ કર્યો..!!
આ દિવસ પછી બધા શુભ મુહૂર્ત ચાલુ થાય છે. આ દિવસ સુધી કોઈ પણ પ્રકારના શુભ કાર્ય કરવામાં આવતા નથી. તેઓ આ દિવસે માતા યશોદા એ ભગવાન શ્રીકૃષ્ણના પુત્ર સ્વરૂપે પામવા માટે વિશિષ્ટ ઉપવાસ કર્યા હતા. તે ઉપરાંત ભગવાન સૂર્યનારાયણ ની પૂજાનું પણ આ દિવસે વિશિષ્ટ મહત્વ રહેલું હોય છે.એટલા માટે ભગવાન સૂર્યનારાયણ આ દિવસે મકર નામની રાશિમાં પ્રવેશ કરતા હોવાથી આ દિવસને મકરસંક્રાન્તિ તરીકે ઓળખવામાં આવે છે. એટલા માટે ઘણા લોકો આ દિવસે સૂર્યનારાયણ દેવને પ્રસન્ન કરવા માટે વિશિષ્ટ ઉપવાસ કરતા હોય છે..!!
મકરસંક્રાન્તિ એ ભારતનો કૃષક તહેવાર છે. ભારત અને એશિયાનાં અન્ય દેશોમાં પણ આ દિવસને પાકની લણણી સાથે જોડવામાં આવ્યો છે.
સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે. પરંતુ સૂર્ય ધનુ રાશી માંથી મકર રાશીમાં સ્થાનાંતર કરે છે. ત્યારે મકરસંક્રાંતિ શરૂ થાય છે જે ૧૪ જાન્યુઆરીની આસપાસ નો સમય હોય છે. ઇ.સ.૨૦૧૬નાં જાન્યુવારી મહિનામાં ખગોળીય દૃષ્ટીએ મકરસંક્રાંતિ ૧૪ જાન્યુવારીના બદલે ૧૫ જાન્યવારીના દિવસે હતી.
આ ના સમયે સૂર્ય પૃથ્વી આજુબાજુની પોતાની પરિભ્રમણ ની દિશામાં પણ પરિવર્તન કરી થોડોક ઉત્તર દિશા તરફ ખસે છે. આમ, સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરાયણ નો પ્રારંભ ૨૧ થી ૨૨ ડીસેમ્બર થી થાય છે
મોટા ભાગ ના લોકો મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ એકજ દિવસે હોય તેમ માને છે. લગભગ ૧૮૦૦ વર્ષ પહેલા મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ એકજ સાથે થતી હતી, તેથી હાલ પણ લોકોમાં મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ માટે ગેરસમજ હોય શકે છે.
મકર સંક્રાતિને (ઉતરાયણ)શુભ મુહુર્ત માનવામાં આવે છે, આથી મકર સંક્રાતિને આ શુભ સમયની શરૂઆત રૂપે ઉજવવામાં આવે છે. અલગ અલગ સંસ્કૃતિઓમાં આ ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે. ભારત સરકાર દ્વારા મકર સંક્રાતિને પણ રાષ્ટ્રીય તહેવારોમાં ગણવામાં આવ્યો છે.
મકરસંક્રાન્તિ (Makrsankranti)નો મહત્વપુર્ણ સમય, પરિવર્તનનો, જુનું તજી અને નવું અપનાવવાનો સમય છે. ગુજરાતમાં આ સમયે છડેલા ધાન્યની અને તલની મિઠાઇઓ, ખાધ પદાર્થો બનાવી અને દાન કરવામાં આવે છે. ગુજરાતમાં આ દિવસે ઘઉં, બાજરી કે જુવારને છડીને તેનો ખીચડો બનાવવામાં આવે છે, બહેન-દિકરી તથા અન્ય લોકોને ખીચડો ખવડાવવાથી પુણ્ય મળે છે તેવી માન્યતા ગુજરાતીઓમાં પ્રવર્તે છે આ ઉપરાંત ઘઉંની ધુધરી કરીને ગાયોને ખવડાવવામાં આવે છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં