ભારતવર્ષ તહેવારીય ઉત્સવનો દેશ છે જેમાં દરેક કેલેન્ડર વર્ષના પહેલા દિવસના ઉગતા સૂર્યના કિરણોની ફોજ ઉત્તરાયણના પતંગઉત્સવનો સંદેશ લઈને આવે છે, દાન પુણ્યના પ્રસંગની યાદ અપાવે છે ઉતરાયણ આવતા આવતા સુધીમાં પક્ષીઓને અંદાજ આવવા માંડે છે કે હવે આપણે બહુ દિવસ નથી… ઉત્તરાયણ આવી ગઇ છે સૌ પક્ષીઓના જીવ અધ્ધર થાય છે, સૌના જીવ જાય છે જેમાં હવે ઉમેરો થયો છે માણસોનો પણ…. હા અખબાર ખોલીને જુઓ તો ખબર પડે કે ઉતરાયણ પર્વની આસપાસ કેટલાકના ગળા કપાયા, કેટલાકના જીવ ગયા જેમાં પક્ષી અને માણસોનો સમાવેશ થતો હોય છે, થતો રહે છે, ધાર્મિક મહત્વ લઈને સદીઓથી ચાલી આવતી ઉત્તરાયણ બેશક સૌને મનભાવન પણ છેલ્લા કેટલા સમયથી અને વધતી વસ્તી વચ્ચે હવે પછીને ઉત્તરાયણ ઘાતક બનતી રહી છે, કોઈ છાપરા પરથી પડે તો કોઈ ગળુ કપાવાથી મરે અને બેચાર દિવસ ત્તે સમાચાર બને પછી બીજા વર્ષે ત્યાંના ત્યાં… પણ આપણે માણસ છીએ અને દરેકને પોતાનો જીવ વ્હાલો હોય છે એમાં પક્ષીઓ પણ ખરા… પણ સમજવાનું તો માણસને રહે છે…અમે પણ પતંગ ચગાવતા, આનંદ લેતા પણ સમય અને ઉમર સાથે વિચાર બદલાયો છે
થાય છે કે પી જેમ ચંદની પડવાનો તહેવાર અગાસી પરથી ઉતરીને શહેરના ગ્રાઉન્ડ યા મોજ મસ્તી ભરેલી ફૂટપાથ પર એક શૈલી બનીને આવ્યો છે તેમ ઉતરાયણનું પણ આવું વિચારાય તો તહેવારના નામે અજાણપણે થતી દેખીતી હત્યા બંધ થાય પક્ષીઓ માણસ બચે… યાદ રહે કે તહેવારને તહેવાર જ રહેવા દેવાનો છે પણ આ તહેવારને અગાસી પરથી નીચે ગ્રાઉન્ડ પર લવાઈ તો ધર્મનો ધર્મ અને આનંદનો આનંદનો આનંદ…. જેમ ગણેશ પ્રતિમાના વિસર્જનને સૂરત મહાનગર પાલિકાએ નાના નાના કૃત્રિમ તળાવો બનાવી તાપી નદીને બચાવી તેમ જે તે શહેરી વિસ્તારની આસપાસ પાલિકાના જ ગ્રાઉન્ડને આપી ત્યાં સૌને પતંગ ચગાવવાનું આમન્ત્રણ આપવું જોઈએ, પ્રોત્સાહક ઇનામો આપવા જોઈએ જેથી અગાસીનું પ્રમાણ ઘટે અને શહેરીજનોને એક નવી શૈલી મળે જીવ કપાતા, બચે, જીવ જતાં બચે..તમે જ જુઓને વિદેશમાં આપણા બધાં તહેવારો મનાવાય છે, ફટાકડા પણ ફોડાય છે, ધર્મ યાત્રા પણ નીકળે છે પણ બધું સત્તાધીસોની શરતો સાથે થાય.. ગ્રાઉન્ડમાં ગરબા અને ગ્રાઉન્ડમા દિવાળી
સુરતમાં સમસ્યા એટલે વધી છે કે નગરના દુપટ્ટા જેવા આકર્ષક ફ્લાયઓવર બ્રિજની સંખ્યા વધી છે જયાં આવી ઘટના ખૂબ બને છે, જે માટે તંત્ર જરૂર સજાગ થાય છે પણ ઉતરાયણના બે દિવસની આસપાસ.. પણ આપણે ત્યાં તો ઉત્તરાયણ નાતાલની સાથે જ શરૂ થઈ જાય છે જેને કારણે તકલીફ વધી છે જે એક સામૂહિક વિચારધારાથી જ અટકી શકે પક્ષીઓ મૌન હોય છે પણ માણસો મૌન રહે તો? યાદ રહે બધાં જ મૌન શબ્દવિહોણા નં હોવા જોઈએ…“વિચાર અર્ધો અમલ હોય છે “મને વિચાર આવ્યો છે.. તમે પણ વિચારશો પછી આપણે વિચારીશું હજુ બીજી ઉત્તરાયણને એક વર્ષની વાર છે ત્યાં સુધીમાં પતંગને અગાસી પરથી નીચે લાવવાનું વિચારી કાઢીએ અને નવી પેઢીને નવી શૈલીની ઉતરાયણ આપીએ
સુરતના જાણીતા કવિ રતિલાલ અનિલે એકવાર કહેલું કે….
“પતંગને કપાયા પછી જ ગુરુત્વાકર્ષણનો નિયમ યાદ આવે છે”
યાદ રહે આવનારા સમયને પણ નહીં સમજીશું તો માણસને પણ આ વિચાર લાગુ પડશે
હરેશ જાની, સુરત
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં