- પ્રાણ પ્રતિષ્ઠાનો મૂળ અર્થ ભગવાનની પ્રતિમાને જીવન આપવું
- શુભ સમયે કરવામાં આવેલ પ્રાણ પ્રતિષ્ઠા જ ફળદાયી
- હિંદુ ધર્મમાં પ્રાણ પ્રતિષ્ઠા એક પવિત્ર અનુષ્ઠાન
પ્રાણ પ્રતિષ્ઠા(PRAN PRASISHTHA)એટલે દિવ્યતાની સ્થાપના
હિંદુ ધર્મગ્રંથ અનુસાર પ્રાણ પ્રતિષ્ઠા થવી એટલે પથ્થરની મૂર્તિમાં દેવ અથવા દેવીઓનું અવતરણ કરવું ભારતમાં યુગોથી ઋષીઓ, મહાપુરુષો, યોગીઓ તથા દેવી – દેવતાઓ પૂજાય છે. અહીં લોકોત્તર મહાપુરુષો દ્વારા સ્થાપિત આધારિત સહસ્ત્રશ: દેવ વિગ્રહ છે. વિગ્રહ એટલે પ્રાણ પ્રતિષ્ઠા કરેલ મૂર્તિ. દેવવિગ્રહ એટલે દેવતાની મૂર્તિ અને શ્રી વિગ્રહ એટલે માતાજીની મૂર્તિ. મૂર્તિ પ્રતિષ્ઠા કરેલ મૂર્તિ એક પ્રકારે દેવ-દેવીનો અવતાર જ છે. કોઈ અત્યંત પ્રભાવશાળી સાધુ- સંતના કરકમળ દ્વારા વિગ્રહનું મૂર્તિ પ્રતિષ્ઠાન થયું છે, તેવા દેવાલયોમાં દેવી દેવતાઓનો પ્રભાવ ચીરકાલ સુધી વ્યાપ્ત રહે છે.
પ્રાણ પ્રતિષ્ઠા થયેલ પ્રભુની કે માતાજીની મૂર્તિ એ તેમનું અવતાર શરીર છે. એ નથી માયાવી કે નથી પંચ ભૌતિક. ‘પ્રાણ’ શબ્દનો અર્થ થાય છે જીવન.. જયારે પ્રતિષ્ઠાનો અર્થ થાય છે સ્થાપના..મતલબ ‘જીવનશક્તિની સ્થાપના’ અથવા ‘દેવતાને જીવંત સ્થાપિત કરવા.’ શાસ્ત્રો અને ધર્મગુરુઓ અનુસાર એકવાર મૂર્તિને પવિત્ર કરવામાં આવે છે, તે મૂર્તિ દેવતામાં ફેરવાય છે. તે દેવતા આપણી અથવા કોઈપણ ઉપાસકની પ્રાર્થના સ્વીકારી શકે છે અને તેનું વરદાન આપી શકે છે. સામાન્ય રીતે, જયારે પણ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા થાય છે ત્યારે મંત્રોના જાપ, ધાર્મિક વિધિઓ અને અન્ય ધાર્મિક પ્રક્રિયાઓ કરવામાં આવે છે. મત્સ્ય પુરાણ, વામન પુરાણ તેમજ નારદ પુરાણમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વર્તમાન સમયમાં સનાતન ધર્મ માટે ગૌરાંવિત અયોધ્યામાં રામલલ્લા ની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. ૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ પણ વિધિ વિધાનથી પ્રભુ રામની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવશે. મંદિર મૂર્તિ પ્રતિષ્ઠાની પરંપરા સાંસ્કૃતિક માન્યતાઓ સાથે જોડાયેલી છે. એવી ધાર્મિક માન્યતા છે કે પૂજા વાસ્તવમાં મૂર્તિની નથી, પરંતુ તેમાં રહેલી દૈવી શક્તિ અને ચેતનાની છે.
ઉલ્લેખનીય છે કે આગામી ૨૨મી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે રામમંદિર નું પ્રતિષ્ઠાનું સમારોહ યોજવામાં આવ્યું જેમાં દેશના વડાપ્રધાન પોતે યજમાની કરશે અને દેશભરમાંથી ઉદ્યોગપતિઓ, ફિલ્મ કલાકારો, અને ભક્તો હાજર રહેશે અને ભગવાન રામ રામ મંદિરમાં બિરાજમાન થશે પરંતુ તમે પણ તમારા ઘરમાં ભગવાનની પ્રતિષ્ઠા કરી શકો છો કઈ રીતે ચાલો જાણીએ.
પ્રતિષ્ઠાની પ્રક્રિયા
- સૌથી પહેલા પવિત્ર નદીઓના જળથી મૂર્તિને સ્નાન કરાવો.
- મૂર્તિને સ્વચ્છ નરમ કપડાથી લુછી લો.
- મૂર્તિને સુંદર વસ્ત્રો પહેરાવો અને તેને સ્વચ્છ જગ્યાએ મુકો.
- ભગવાનની મૂર્તિ પર ચંદનની પેસ્ટ વગેરે લગાવ્યા બાદ તેને ફૂલોથી શણગારો
- બીજ મંત્રોના પાઠ કરીને તમારા જીવનને પવિત્ર કરો.
- અંતમાં ભગવાનની સ્તુતિ અને આરતી કર્યા બાદ પ્રસાદનું વિતરણ કરવું
પ્રતિષ્ઠા માટેનો મંત્ર
मानो जूतिर्जुषतामाज्यस्य बृहस्पतिर्यज्ञमिमं
तनोत्वरिष्टं यज्ञ गुम समिमं दधातु विश्वेदेवास इह मदयन्ता मोम्प्रतिष्ठ ।।
अस्यै प्राणाः प्रतिष्ठन्तु अस्यै प्राणाः क्षरन्तु च अस्यै
देवत्व मर्चायै माम् हेति च कश्चन ।।
ॐ श्रीमन्महागणाधिपतये नमः सुप्रतिष्ठितो भव
प्रसन्नो भव, वरदा भव ।।
એવું કહેવાય છે કે મૂર્તિ પ્રતિષ્ઠા કર્યા પછી ભગવાન સ્વયં તે પ્રતિમામાં હાજર થઇ જાય છે.જો કે, પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ માટે યોગ્ય તારીખ અને શુભ સમય હોવો ફરજીયાત છે. શુભ સમય વિના જીવન સંસ્કાર કરવાથી શુભ ફળ મળતું નથી.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં