પોષ સુદ અગિયારસ તા ૨૧ જાન્યુઆરી ને રવિવારે પુત્રદા એકાદશી છે. જે કોઈ લોકોને સંતાન સુખ ન હોય તો તેઓએ આ પુત્રદા એકાદશીનું વ્રત કરવાથી જીવનમાં સંતાન સુખ મળે છે. પુત્રદા એકાદશીના અધિષ્ઠાતા દેવતા ભગવાન નારાયણ એટલે કે વિષ્ણુ ભગવાન છે. પુત્રદા એકાદશીના તિથી પર્વે સવારના વહેલા ઉઠી નિત્યકર્મ કરી પૂજામાં વિષ્ણુ ભગવાનનું પૂજન ખાસ કરવું. વિષ્ણુ ભગવાન અને શ્રીકૃષ્ણના બાળગોપાળ સ્વરૂપનું પૂજન કરવું. આખો દિવસ ઉપવાસ અથવા એકટાણું રહેવું. ખાસ કરીને ફળ અને દૂધ ખાઇને રહેવાથી શુભ વધારે મળે છે પંચાંગ પ્રમાણે આ દિવસે ભગવાનને ગોળ અને છાશ ખાસ ધરાવવા.
આ એકાદશીના દિવસે સાંજના સમયે સત્યનારાયણ ભગવાનની કથા કરવી પણ, ઉત્તમ રહેશે. સત્યનારાયણ ભગવાનની કથામાં પણ સાધુ વાણીયાને સંતાન નહોતું તે પણ સત્યનારાયણ ભગવાનની કથાનો સંકલ્પ કરે છે અને સંતાન થાય છે આથી આ પુત્રદા એકાદશીના દિવસે સત્યનારાયણ ભગવાનની કથા કરવી પણ ઉત્તમ ગણાય આ દિવસે ભગવાનનું કીર્તન કરવું બપોરના સૂવું નહીં રાત્રિનાના બાર વાગ્યા સુધીનું જાગરણ કરવું અને સાંજના સમયે એકાદશીની કથાનું શ્રાવણ અને પઠન કરવાથી કરનારને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે અને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. જે લોકોને પોતાના સંતાન સાથે મેળ ન હોય વિચાર ભેદ હોય તો તેઓ પણ આ પુત્રદા એકાદશીનું વ્રત રહેવાથી સંતાન સાથે મેળ રહે છે
એકાદશીની કથાનો બોધ : જીવનમાં ક્યારેય પણ નાસીપાસ ન થવું તમારી બધી જ સાચી સમસ્યાનો ઉકેલ આપણા વેદ પુરાણો મા છે જ અને કપરા સમયે સજ્જન સારા માણસની સલાહ લેવી ગમે તેવી મુસીબત આવશે દૂર થશે જ અને શુભ ફળની પ્રાપ્તિ થશે
શાસ્ત્રી રાજદીપ જોશી (વેદાંત રત્ન)
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં