પોષ સુદ પૂનમ ને ગુરુવાર તા . ૨૫.૧.૨૪ નાં દિવસે પોષી પુનમ છે સાથે ગુરૂપુષ્યામૃત યોગ પણ છે ગુરુપુષ્યામૃત યોગ સવાર ના ૮.૧૭ કલાક થી આખો દિવસ અને આખી રાત્રી છે આથી આ પોષી પૂનમ નો દિવસ ઉત્તમ અને શુભ ગણાશે આ દિવસે સોના ચાંદી ના દાગી ના ની ખરીદી નવા વાહનની ખરીદી પૂજા ના સામાનની ખરીદી કરવી શુભ ફળ આપનાર બનશે
આ દિવસને અક્ષર પૂર્ણિમા પણ કહેવામા આવે છે. . તથા આ દિવસે માતાજી અંબાજી પ્રાગટય ઉત્સવ ઉજવવામાં આવે છે . આ દિવસથી માઘ સ્નાન નો પ્રારંભ થાય છે આ વર્ષે પોષી પૂનમ ના દિવસે ચંદ્ર પોતાનું સંપૂર્ણ અમૃતતત્વ પૃથ્વી ઉપર વરસાવશે આમ પોષી પૂનમ નુ મહત્વ અનેક પ્રકારે રહેલું છે
આ દિવસે અગાશીમાં બેસી રસોઈ કરવાનું મહત્વ છે . કહેવાય છે કે સાંજનાં સમયે અગાશીએ રોટલો અને રીંગણાનો ઓળો બનાવવો . તથા આ દિવસે નાની બાળાઓ ચંદ્ર ઉગે એટલે તેનાં દર્શન કરી બાજરાનાં રોટલાની ચાનકી બનાવી પોતાનાં ભાઈને સામે ઉભો રાખી અને તે ચાનકીનાં કાણામાંથી ચંદ્ર જોઈ અને બોલે છે પોષી પોષી પૂનમડી, અગાશીએ રાંધ્યા અન્ન ભાઈની બહેન રમે કે જમે’ આમ ત્રણ વાર બોલે . તેનો ભાઈ જવાબ આપે કે જમે. આમ ત્યારબાદ ઘરની અગાશીએ અથવા ઘરમાં સૌ લોકોએ ભેગા મળીને ભોજન કરવું . આ દિવસે માતાજીને લીલા શાકભાજી અર્પણ કરવા, ધરવા તથા કુળદેવીની પૂજામાં અંબાજીની પૂજા કરવી, જપ કરવા ઉત્તમ ગણાય છે .
તથા જે લોકોને જન્મકુંડળીમાં ચંદ્ર નબળો હોય ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ થતો હોય શની ચંદ્રનો વિષ યોગ થતો હોય. અથવા તો સ્વભાવ તેજ હોય અથવા તો વિદ્યાર્થી ઓએ અભ્યાસ મા એકાગ્રતા લાવવા માટે સાંજ ના સમયે ચંદ્ર ઉદય થાય ત્યારે એક વાટકામાં ચોખ્ખું સાકર વાળું પાણી ભરી તેમાં થોડું ગંગાજળ હોય તો તે પધરાવું અને ચંદ્ર સામુ જોઈ ઓમ સોમાય નમઃ ના મંત્ર જાપ કરી ચંદ્ર ને અર્ધ્ય અર્પણ કરવુ
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં