અયોધ્યા(AYODHYA)માં મુલાકાતીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે, કોકા-કોલા, પાર્લે અને ITC જેવી બ્રાન્ડ્સ તેમના ઉત્પાદનોને ઢાબાઓમાં, વેન્ડિંગ મશીનોમાં અને સાઇનબોર્ડ્સ પર દૃશ્યતા મળે તેની ખાતરી કરવા દોડી રહી છે. જ્વેલર્સ ભગવાન રામ અને રામ મંદિરને સમર્પિત, મર્યાદિત આવૃત્તિઓ લોન્ચ કરી રહ્યા છે
રામમંદિર નો મુદ્દ્દો વેપાર માટે સારું છે. જેમ જેમ ભારતમાં અને વિશ્વભરના હિન્દુઓએ અયોધ્યા(AYODHYA)માં મંદિરના અભિષેકની ઉજવણી કરી, ત્યારે કોર્પોરેટો પણ આ પ્રવાહ માં કૂદી પડ્યા. તેઓ મંદિર અને તેના દેવતાની લોકપ્રિયતાનો ઉપયોગ માર્કેટિંગ અને ગ્રાહકોને આકર્ષવા માટે કરી રહ્યા છે.
આ પણ વાંચો : 1.7 કિલોનો તાજ, 750 ગ્રામ કમરબંધ, રામલલ્લા( RAMLALLA)એ પહેર્યા 14 પ્રકારના દાગીના
India Inc એ ભવ્ય અયોધ્યા ઇવેન્ટને રોકડ કરવા માટે અનેક ઝુંબેશની રજૂઆત કરી છે – ઉત્પાદનોને સમર્થન આપતા સાઇનબોર્ડ્સથી લઈને મર્યાદિત એડિશન પેક સુધી, કંપનીઓ આંખને વળગે એ માટે શક્ય તેટલું બધું કરી રહી છે.
મંદિર નગર તમામ ઉન્માદના કેન્દ્રમાં છે. મંદિર, અયોધ્યાને આર્થિક તેજી આપશે તેવી અપેક્ષા છે. નવા ઉદ્ઘાટન કરાયેલા મંદિરમાં સેંકડો અને હજારો ભક્તો ઉમટી રહ્યા છે, જે હવે જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું છે. પરંતુ તેમની પહેલાં, માર્કેટિંગ સાથે સંકળાયેલા લોકો તેમના પ્રોડક્ટનું પ્લેસમેન્ટ યોગ્ય છે કે નહિ તેની ખાતરી કરવા માટે પોહોંચી ગયા છે .
અયોધ્યા(AYODHYA)માં દુકાનો, ઢાબા અને રેસ્ટોરન્ટ્સ તેમજ ઉત્તર પ્રદેશના મોટા શહેરો જેમ કે લખનૌ, ગોરખપુર અને વારાણસી ને જોડતા હાઈવે ને મોટી બ્રાન્ડ્સ દ્વારા સાઈનબોર્ડ, કુલર અને વેન્ડિંગ મશીનો સાથે સુશોભીત કરવામાં આવ્યા છે. ગેટથી લઈને ચેન્જિંગ રૂમ સુધી, મંદિરની અંદર અને તેની આસપાસની દરેક વસ્તુ પ્રમોશનના પ્રોપ તરીકે ઉપયોગ કરાઈ રહી છે .
કોકા-કોલા, પારલે, ડાબર અને ITC જેવી FMCG કંપનીઓ આ દોડ માં ટોચ પર રહી છે. આમાંની ઘણી બ્રાન્ડ્સ જમીની સ્તર પર પોતાની બ્રાંડ ને પ્રદર્શિત કરવા રામ મંદિરની આસપાસ હોર્ડિંગ્સ અને કિઓસ્ક લગાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ઉદ્યોગના નિરીક્ષકોએ ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા (TOI) ને જણાવ્યું હતું કે, કેટલાક લોકોએ આ મેગા ઈવેન્ટમાં કરોડોનું રોકાણ કર્યું છે.
અયોધ્યા(AYODHYA) અને તેની આસપાસના ઢાબાઓનું રિબ્રાન્ડિંગ થઈ રહ્યું છે. ડાબરે ધોરીમાર્ગો પર ખાણીપીણીની દુકાનો સાથે ભાગીદારી કરી છે, જ્યાં ડાબરે પ્રોપ્સ મૂક્યા છે અને એવા સ્ટોલ ઉભા કર્યા છે જ્યાં મુલાકાતીઓ ડાબરની ચા અથવા હેર ઓઇલ જેવા ઉત્પાદનોના નમૂના ઓનું સેમ્પલીંગ કરી શકે.
ITCની અગરબત્તી બ્રાંડે રામ મંદિરના નિર્માણ અને સંચાલન કરતી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર સાથે ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં સ્થાપિત “ખુશબૂ પથ” કોરિડોર ને અગરબત્તીઓથી સુશોભિત કરવામાં માટે હાથ મિલાવ્યા છે, ITC તેની ધૂપ પણ દાનમાં આપી છે, જેનો ઉપયોગ છ મહિના સુધી દૈનિક ધાર્મિક વિધિઓમાં કરવામાં આવશે.
ITC દ્વારા ભીડ વ્યવસ્થાપનમાં મદદ કરવા માટે, ધૂપ સ્ટિક બ્રાન્ડ દર્શાવતી 300 બેરિકેડને મુખ્ય મંદિરમાં રાખવામાં આવી છે જ્યારે મંદિરના પ્રવેશદ્વાર પર 100 બેરિકેડ્સ મુકાવ્યા છે.
આ પણ વાંચો : 98 વર્ષીય શિલ્પકાર કે જેમણે પ્રસિદ્ધ પ્રતિમાઓને આકાર આપેલ છે
અયોધ્યા(AYODHYA) અને તેનું બદલાતું બજાર
350,000ની વસ્તી ધરાવતું અયોધ્યા(AYODHYA) અત્યાર સુધી એક નાનું બજાર રહ્યું છે. પણ મંદિર બંધાયા પછી આખું બદલાય જશે એવું અનુંમાન છે . આ શહેરમાં મુલાકાતીઓની સંખ્યામાં આઠથી 10 ગણો વધારો થવાની સંભાવના છે, જે તેને એક મોટું કેપ્ટિવ માર્કેટ બનાવે છે. આને ધ્યાનમાં રાખીને, અનેક બ્રાન્ડ્સે અયોધ્યામાં તેમની સપ્લાય વધારી છે. ધૂપ લાકડીઓ અને મૂર્તિઓ જેવી પૂજા સંબંધિત તથા દૈનિક આવશ્યક વસ્તુઓ અને ઉત્પાદનોની માંગમાં વધારો થવાની અપેક્ષા છે.
ડાબર ઈન્ડિયાના સીઈઓ મોહિત મલ્હોત્રાને હિંદુ બિઝનેસલાઈન દ્વારા ટાંકવામાં આવ્યા હતા કે “રામ મંદિર અભિષેક નિઃશંકપણે આપણા ઈતિહાસના સૌથી મહત્વપૂર્ણ પ્રસંગોમાંનો એક છે. રોજિંદા આવશ્યક ચીજવસ્તુઓની માંગમાં વધારાની અપેક્ષા સાથે શહેરમાં અમારા ઉત્પાદનોના વિતરણમાં વધારો કરવા ઉપરાંત, અમે શહેરમાં વિશેષ અનુભવ ઝોન પણ બનાવી રહ્યા છીએ જ્યાં અયોધ્યા આવતા મુલાકાતીઓ અને તીર્થયાત્રીઓ અમારા ઉત્પાદનોની શ્રેણી જેમ કે જ્યુસ, ડાબર આમલા વાળનું તેલ અને ડાબર વૈદિક ચા ને સ્પર્શ કરી શકે, અનુભવી શકે અને મહિતી મેળવી શકે.
રામ મંદિરની થીમ સાથે મેળ કરવા માટે કોકા-કોલાએ તેના ટ્રેડમાર્ક લાલ પેલેટને બ્રાઉન સાથે બદલ્યું છે. તેણે મંદિર તરફ જતા માર્ગો પર 50 વેન્ડિંગ મશીનો પણ મૂક્યા છે અને રિટેલરોને પૂરતો પુરવઠો મળે તેની ખાતરી કરી રહી છે.
બેવરેજ કંપની સ્થાનિક દુકાનદારોને તેમના રેસ્ટોરેન્ટ ને ચમકાવામાં અને નવા કુલર મૂકવા માટે મદદ કરીને તેમને સુસજ કરવામાં મદદ કરી રહ્યા છે.આટલું જ નહી હિંદુ બિઝનેસલાઈન અહેવાલ પ્રમાણે કંપની ભક્તો માટે ચેન્જિંગ રૂમ અને પાર્કની સ્થાપના પણ કરી રહી છે.
પાર્લે કંપનીની પણ નજર મંદિરના નગર પર છે. “અયોધ્યા(AYODHYA)માં લગભગ 3-5 લાખની વસ્તી છે પરંતુ રામ મંદિરના ઉદ્ઘાટન સાથે, અમે આશા રાખીએ છીએ કે શહેર ઘણા પ્રવાસીઓને આકર્ષિત કરશે,” પાર્લે પ્રોડક્ટ્સના વડા કૃષ્ણરાવ બુદ્ધે ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાને જણાવ્યું હતું હતું કે, કંપની અયોધ્યામાં તેમના બ્રાન્ડીંગ માટેનો ખર્ચ વધારવાની યોજના બનાવી રહી છે .
જાહેરાત ઉદ્યોગના એક્ઝિક્યુટિવ્સે ધ ઈકોનોમિક ટાઈમ્સ (ET)ને જણાવ્યું હતું કે, અયોધ્યા(AYODHYA)માં આઉટડોર એડવર્ટાઈઝીંગના દરો 40 થી 50 ટકા વધ્યા છે અને મુખ્ય સ્થળો પર હોર્ડિંગ્સ પહેલેથી જ વેચાઈ ગયા છે. અગ્રણી ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સાથેના એક વરિષ્ઠ એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે તેને મુખ્ય આઉટડોર એડવર્ટાઇઝિંગ સ્પોટ્સ મળી રહ્યાં નથી. તેમણે કહ્યું કે “અમે હવે એરપોર્ટ અને તેના એપ્રોચ રોડ પર સ્પોટ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ,”
બ્રાન્ડ અયોધ્યા(AYODHYA) એ લાંબી રેસનો ઘોડો છે
જ્યારે મોટાભાગના અયોધ્યા(AYODHYA) પર ધ્યાન કેન્દ્રિત કરે છે, ત્યારે કેટલીક બ્રાન્ડ્સ માસ મીડિયા મોમેન્ટ-માર્કેટિંગ કેમ્પેન પર ઉતરી પડી છે .
જ્વેલરી રિટેલર સેન્કો ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે નવું “સિયારામ કલેક્શન” લોન્ચ કર્યું છે, જેમાં રામ મંદિરની ડિઝાઇન સાથે પેન્ડન્ટ્સ, નેકલેસ અને ઇયરિંગ્સનો સમાવેશ થાય છે. અન્ય કેટલાક જ્વેલર્સે પણ મંદિરના ઉદ્ઘાટન સાથે અનુરૂપ કલેક્શન શરૂ કર્યું છે. કલ્યાણ જ્વેલર્સે તેની હાલની ટેમ્પલ જ્વેલરી લાઇન, “નિમહ”ને અપડેટ કરી છે, તેની ડિઝાઇનમાં રામ, સીતા અને અયોધ્યા મંદિરના મોટિફ ઉમેર્યા છે. અને જયપુર વોચ કંપની શ્રી રામની છબી સાથેની ખાસ ઘડિયાળ અને કીચેન વેચી રહી છે.
અમૂલે પણ તેની ટ્રેડમાર્ક શૈલીમાં મંદિરને સમર્થન આપ્યું હતું. સોશિયલ મીડિયા પરની એક પોસ્ટમાં અમૂલ છોકરી ઉઘાડા પગે મંદિરની સામે પ્રાર્થના કરી રહી છે જેની નીચે એક કેપ્શન લખાયેલું છે “એક અબજ આશાઓનું મંદિર… અમૂલ તેનું સ્વાગત કરે છે.”
#Amul Topical: Ayodhya Ram Temple inauguration… pic.twitter.com/DvHs0iLdCs
— Amul.coop (@Amul_Coop) January 21, 2024
બ્રાન્ડ અયોધ્યા(AYODHYA) હવે વર્ષો સુધી ટકી રહેશે – આ માત્ર શરૂઆત છે.
એરલાઇન્સ અને ટ્રાવેલ કંપનીઓ હવે મુખ્ય પ્રવાહની જાહેરાત શરૂ કરે તેવી અપેક્ષા છે. નિષ્ણાતો કહે છે કે ઘણા લોકો મંદિરને લોકો માટે ખોલવાની રાહ જોઈ રહ્યા હતા.
મુંબઈ સ્થિત બ્રાન્ડ એડવાઈઝરી, Brand-building.com ના સ્થાપક, અંબી પરમેશ્વરને ETને જણાવ્યું હતું કે, “મંદિરના નિર્માણમાં સામેલ લોજિસ્ટિક્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર બ્રાન્ડ્સ પણ સંભવતઃ થોડા સમય પછી પ્રોજેક્ટમાં તેઓ કેવી રીતે સંકળાયેલા છે તેની જાહેરાત કરવાનું શરૂ કરશે, જેથી તે તેમના પોર્ટફોલિયોના મુખ્ય ભાગ તરીકે ઉભરી આવે એવી રીતે પ્રદર્શિત કરશે .
જો કે, ઘણી બ્રાન્ડ પોતે સભાન રહીને કામ કરશે કારણકે તેઓ મંદિરના રાજકારણને નજર અંદાઝ નહી કરી શકે . મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ દેવાંગશુ દત્તાના જણાવ્યા અનુસાર, એક બાજુ જ્યારે બ્રાન્ડ્સ અયોધ્યા ઇવેન્ટથી પોતાની બ્રાન્ડને પ્રોમોશન મેળવવાનું વિચારી રહી છે, ત્યારે તેઓ ઘણા “સાવધાનીપૂર્વક ચાલશે”. “અમે વેનીલા માર્કેટિંગ પદ્ધતિથી કામ કરશું અને હોર્ડિંગ પર અમારી બ્રાન્ડ્સના અભિનંદન અથવા ઉજવણીના મેસેજ જ આપીશું . બધી બ્રાન્ડ્સ કોઈ એવું કામ નહિ કરે જેથી તે ભારે વિવાદાનો હિસ્સો બને.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં