ભારત ને આંખ દેખાડતા માલદીવ(Maldives)ના સાંસદોને પણ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝૂ સંભાળી શકતા નથી. સંસદમાં મોટી-મોટી વાતો કરનાર મુઈઝુની હાલત આ સમયે કોઈ અખાડાથી ઓછી નથી. માલદીવની સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું જેમાં પરિસ્થિતિ વણસી હતી .
પોતાના સાંસદોને માલદીવ(Maldives) રાષ્ટ્રપતિ મુઈઝૂ સંભાળી શકતા નથી
Maldives:માલદીવઃ ભારતને આંખ દેખાડી રહેલા માલદીવ(Maldives)ના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુને તેમના સાંસદો પણ સંભાળી શકતા નથી. સંસદમાં મોટી-મોટી વાતો કરનાર મુઈઝુની હાલત આ સમયે કોઈ અખાડાથી ઓછી નથી. માલદીવની સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું. સત્રની કાર્યવાહી શરૂ થાય તે પહેલા જ બંને પક્ષના સાંસદો એકબીજા સાથે અથડામણ કરી હતી.
માલદીવ(Maldives)ની સંસદમાં સાંસદો વચ્ચે ઝપાઝપીનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયો અંગે સ્થાનિક મીડિયાએ દાવો કર્યો છે કે રવિવારે માલદીવ(Maldives)ની સંસદમાં એક ચોંકાવનારું દ્રશ્ય જોવા મળ્યું હતું. વીડિયોમાં સત્તાધારી ગઠબંધન અને વિપક્ષના સાંસદો વચ્ચે લડાઈ જોઈ શકાય છે.
માલદીવ(Maldives)ની સંસદમાં ચોકાવનારા દ્રશ્યો જોવા મળ્યા
Maldives Parliament witnesses ruckus. Govt MP Shaheem gets a beating, as fellow MPs intervene to stop it. https://t.co/yzV2AHLVo1 pic.twitter.com/Bt4HNvyq6E
— Sidhant Sibal (@sidhant) January 28, 2024
આ પણ વાંચો : ઓપરેશન કેક્ટસ: જ્યારે ભારતે માલદીવની સુરક્ષા માટે ત્રણેય દળોને તૈનાત કર્યા હતા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુની કેબિનેટમાં મંત્રીઓની સંસદીય મંજૂરી માટે સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું. સંસદની કાર્યવાહી શરૂ થતાંની સાથે જ પીપલ્સ નેશનલ કોંગ્રેસ (PNC) અને પ્રોગ્રેસિવ પાર્ટી ઑફ માલદીવ્સ (PPM) ના સરકાર તરફી સાંસદોએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહની આગેવાની હેઠળની માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP) સામે વિરોધ કરવાનું શરૂ કર્યું. વિપક્ષી સાંસદોએ મુઈઝુના કેબિનેટના ચાર સભ્યોની મંજૂરીને અવરોધિત કરી છે.
તમને જણાવી દઈએ કે માલદીવની લોકતાંત્રિક પ્રક્રિયા અન્ય દેશોની સરખામણીમાં ઘણી અલગ છે. ગૃહમાં લઘુમતી હોવા છતાં મુઇઝૂ દેશના રાષ્ટ્રપતિ છે. કારણ કે માલદીવમાં સાંસદો અને રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા અલગ-અલગ છે. માલદીવમાં રાષ્ટ્રપતિની ચૂંટણી ગયા વર્ષે યોજાઈ હતી અને 2019માં સાંસદોની ચૂંટણી યોજાઈ હતી. વર્તમાન પરિસ્થિતિમાં માલદીવના રાષ્ટ્રપતિ ભલે મુઈઝુ હોય પરંતુ સંસદમાં વિપક્ષી પાર્ટી બહુમતીમાં છે. બહુમતીના કારણે વિરોધ પક્ષ ગૃહમાં મુઈઝુના કોઈપણ નિર્ણયને સરળતાથી પ્રભાવિત કરી શકે છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં