35 વર્ષ પહેલાં, 100 શ્રીલંકાના આતંકવાદીઓ સાથે માલદીવના એક જૂથે તત્કાલિન રાષ્ટ્રપતિ ગયૂમ વિરુદ્ધ બળવાના પ્રયાસમાં માલેમાં રાષ્ટ્રપતિના મહેલ પર કબજો કર્યો હતો. સંવેદનશીલ રાષ્ટ્રને બચાવવા માટે ભારતે કેવી રીતે ઝડપથી ઓપરેશન કેક્ટસ શરૂ કર્યું તે વિષે જાણીએ.તે 3 નવેમ્બર, 1988 ની સવાર હતી, જ્યારે તત્કાલીન આર્મી સ્ટાફ જનરલ વી.એન. શર્મા તેમના આર્મી હાઉસ નિવાસ્થાને તેમની સાઉથ બ્લોક ઓફિસ માટે જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે એક ફોન આવ્યો. આ ફોન વડાપ્રધાન કાર્યાલય (PMO)ના વિદેશ સેવા અધિકારી રોનેન સેન દ્વારા કરવામાં આવ્યો હતો.
“માલદીવ ટાપુઓ પર કટોકટી છે, સર. રાજધાની માલે ટાપુ પર ગઈકાલે રાત્રે શ્રીલંકાના લગભગ 100-200 આતંકવાદીઓ દ્વારા કબજો લેવામાં આવ્યો છે; રાષ્ટ્રપતિ ગયૂમ એક સિવિલ હોમ માં આશ્રય લીધો છે અને તેમના મહેલ મુખ્યાલય અને સુરક્ષા સેવાઓનું મુખ્ય મથક આતંકવાદીઓ દ્વારા કબજે કરવામાં આવ્યું છે અને તેના સંખ્યાબંધ મંત્રીઓને બંધક બનાવ્યા છે. અમારી પાસે તેમના પ્રવાસન મંત્રીના ઘરેથી એક સેટેલાઇટ ફોન પર થી તાત્કાલિક મદદ માટે એક SOS મળ્યો છે. અમે આ કાર્ય માટે NSG (નેશનલ સિક્યુરિટી ગાર્ડ)ને તાત્કાલિક રવાના કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, પણ શું સેના આમાં મદદ કરી શકે?” સેને કોલ પર જનરલ શર્માને પૂછ્યું.
જનરલ શર્મા તરત બોલ્યા અમે ચોક્કસ મદદ કરી શકીએ છીએ, રોનેન. અમે તરત જ આની પર કામ કરવાનું શરૂ કરીશું. તમે આખો દિવસ તે સંચાર ચેનલને વધુ સારી રીતે પકડી રાખો જેથી આપણે વધુ માહિતી મેળવી શકીએ. જનરલ શર્મા એ રોનેન ને પૂછ્યું કે અમે ઓપરેશન રૂમમાં પીએમને ક્યારે આ વિષે જાણ કરી શકીએ?” અને આ રીતે ઓપરેશન કેક્ટસની વાર્તા શરૂ થઈ, જે ભારત દ્વારા હાથ ધરવામાં આવેલા કેટલાક મિશનમાંનું એક છે ઓપરેશન કેક્ટસ, કે જેમાં સંરક્ષણ દળોના ત્રણેય હાથ – આર્મી, નેવી, અને એર ફોર્સ સામેલ હતા.
ઓપરેશન કેક્ટસ:માલદીવ, 1,000 થી વધુ કોરલ ટાપુઓ સાથે 26 એટોલ્સ ધરાવે છે, તે હાલ સંકટમાં હતું.
પીપલ્સ લિબરેશન ઓર્ગેનાઈઝેશન ઓફ તમિલ ઈલમ (PLOTE) ના શ્રીલંકાના આતંકવાદીઓ સાથે માલદીવના એક બદમાશ ઉદ્યોગપતિ અબ્દુલ્લા લુથુફીની આગેવાની હેઠળના માલદીવિયનોના એક જૂથે રાષ્ટ્રપતિ મૌમૂન અબ્દુલ ગયૂમની સરકારને ઉથલાવી નાખવાની કોશિશ કરી હતી. લશ્કરી હસ્તક્ષેપ માટેની રાષ્ટ્રપતિ ગયૂમની વિનંતીઓને શરૂઆતમાં શ્રી લંકા અને પાકિસ્તાન દ્વારા નકારી કાઢવામાં આવી હતી., અને સિંગાપોર, યુનાઇટેડ સ્ટેટ્સ અને યુનાઇટેડ કિંગડમ જેવા અન્ય દેશો તાત્કાલિક સહાય પૂરી પાડવામાં અસમર્થ હતા એવું જણાવ્યું હતું . જ્યારે બધી આશાઓ મરી ગઈ, ત્યારે તેણે આખરે નવી દિલ્હીને ફોન કર્યો, અને તત્કાલિન વડા પ્રધાન રાજીવ ગાંધીની આગેવાની હેઠળની ભારત સરકારે તરતજ હકારાત્મક જવાબ આપ્યો. ભારતના સશસ્ત્ર દળોની ત્રણેય પાંખોએ કલાકોની અંદરજ સંકલન કરીને એક સંકલિત લશ્કરી કાર્યવાહી કરવા માટે સજ્જ થયા.અને ઓપરેશન કેક્ટસને હાથ ધરાયું
ઓપરેશન કેક્ટસ:શા માટે ગયૂમે સામે બળવાના પ્રયાસ થયો ?
મૌમૂન અબ્દુલ ગયૂમ, જે 1978 માં માલદીવના રાષ્ટ્રપતિ બન્યા હતા, તેમના કાર્યકાળ દરમિયાન રાજકીય અસ્થિરતા અને આર્થિક મુશ્કેલીઓના કારણે અનેક વખત બળવાના પ્રયાસોનો તેમણે સામનો કરવો પડ્યો હતો. 1980 અને 1983માં બે તખ્તાપલટના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ તેમાંના સૌથી નોંધપાત્ર પ્રયાસો 3 નવેમ્બર, 1988ના રોજ થયા હતા. આ તખ્તાપલટનો માસ્ટરમાઇન્ડ ઉદ્યોગપતિ અબ્દુલ્લા લુથુફી અને અહેમદ નાસિર દ્વારા કરવામાં આવ્યો હતો, જેમણે શ્રીલંકાના આતંકવાદી સંગઠન, પીપલ્સ લિબરેશન ઓર્ગેનાઈઝેશનને બળવા માટે નાણા ચૂકવ્યા હતા જેથી તમિલ ઇલમ (PLOTE), ગયૂમની સરકારને ઉથલાવવામાં મદદ કરે. લગભગ 100 PLOTE ભાડૂતી સૈનિકો એક હાઇજેક કરાયેલા શ્રીલંકાના માલવાહકની સ્પીડબોટનો ઉપયોગ કરીને સવાર પહેલાં રાજધાની માલેમાં ઉતર્યા હતા.
કેટલાક સ્થાનિકોની મદદથી, તેઓએ મુખ્ય સરકારી ઇમારતો, એરપોર્ટ, બંદર, ટેલિવિઝન અને રેડિયો સ્ટેશનો સહિત મુખ્ય સ્થાનો પર ઝડપથી નિયંત્રણ મેળવી લીધું. ભાડૂતી સૈનિકો રાષ્ટ્રપતિ મહેલ તરફ આગળ વધ્યા, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર દ્વારા ગયૂમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને પછી ગયુમને સંરક્ષણ પ્રધાનના મકાનમાં સલામત રીતે ખસેડવામાં આવ્યા હતા. લુંગી પહેરેલા ભાડૂતી સૈનિકોએ ટીવી અને રેડિયો સ્ટેશનો કબજે કર્યા પરંતુ ટેલિફોન એક્સચેન્જ અને એરપોર્ટને ગ્રીડથી દૂર કરવાનું તેમણે વિચાર્યું નહીં, જે તેમના માટે મોંઘું સાબિત થયું. ગયૂમએ ભારત ને મદદ માંગ્યા પછી રાજીવ ગાંધી સરકારે ઝડપથી બળવાખોરોને હરાવવા અને માલદીવના રાષ્ટ્રપતિને બચાવવા માટે ઓપરેશન કેક્ટસનો આદેશ આપ્યો હતો .
ઓપરેશન કેક્ટસ:આર્મી, નેવી, એરફોર્સ સલગ્ન થય ને સંકલન કર્યું
જનરલ વીએન શર્મા 3 નવેમ્બરના રોજ કેબિનેટની બેઠક માટે તેમની સાઉથ બ્લોક ઑફિસે પહોંચ્યા ત્યારે તેઓ લિફ્ટ નજીક લેફ્ટનન્ટ જનરલ રોડ્રિગ્સને મળ્યા, જેઓ આર્મી સ્ટાફના વાઇસ-ચીફ હતા. જનરલ શર્માએ લેફ્ટનન્ટ જનરલ રોડ્રિગ્સને પરિસ્થિતિ વિશે જાણકારી આપી, જેમણે પછી તરત જ ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ (DGMO) સાથે સંકલન કર્યું અને એરફોર્સ અને નેવી સ્ટાફને માલદીવ્સ ની પરિસ્થિતિ વિશે માહિતગાર કર્યા.” લેફ્ટનન્ટ જનરલ રોડ્રિગ્સએ આગ્રા ખાતે પેરાશૂટ બ્રિગેડને ફોન કર્યો અને બ્રિગેડ વ્યૂહાત્મક મુખ્ય મથક અને એક પેરાશૂટ બટાલિયનને બે કલાકની ની નોટીસ પાઠવવાનું કહ્યું હતું કે તેમણે ક્યારે પણ માલદીવ્સ જવા માટે તૈયાર રેહવા જણવ્યું હતું.માલદીવમાં ઉદ્ભવેલ સમસ્યા ને પોહોંચી વળવા ડીજીએમઓ દ્વારા વિગતવાર યોજનાઓ અંગે જાણકારી આપવામાં આવી હતી, આ અંગે “જનરલ શર્માએ તેમના પુસ્તક ઓપરેશન કેક્ટસ: માલદીવમાં ભારતીય હસ્તક્ષેપ – નવેમ્બર 1988′ માં લખ્યું હતું.
માલદીવની પરીસ્તીથીને ધ્યાને રાખી રાજીવ ગાંધીએ એક તાકીદની બેઠકની અધ્યક્ષતા કરી હતી જેમાં ત્રણેય સેના પ્રમુખોએ હાજરી આપી હતી. 3 નવેમ્બરના રોજ બપોરના સમયે, રાજકીય બાબતો માટેની કેબિનેટ સમિતિએ ગયૂમ માટે લશ્કરી મદદની મંજૂરી આપી અને આગ્રામાં પેરા બ્રિગેડને સંદેશો મોકલવામાં આવ્યો. બ્રિગેડિયર ફારૂક બલસારાની આગેવાની હેઠળના પેરા બ્રિગેડ, ઓપરેશન માટેની તૈયારી શરુ કરી તેની સાથે સાથે ભારતીય નૌકા દળ જે ત્યારે માલદીવ્સ માં મોજૂદ હતા તેમના એરક્રાફ્ટ ના માધ્યમ થી હુલુલ એરસ્ટ્રીપના ચિત્રો મોકલતા હતા જેથી ભારતીય પેરા ફોર્સ હુલુલ એરસ્ટ્રીપ પર કોઈ પણ વિજ્ઞ વિના લેન્ડીંગ કરી શકે અને ત્યાં થી લડાઈ નું લોન્ચિંગ કરી શકે . આ ઓપરેશન 3 નવેમ્બરની રાત્રે શરૂ થયું હતું, જ્યારે ભારતીય વાયુસેનાના ઇલ્યુશિન ઇલ-76 એરક્રાફ્ટે 50માં સ્વતંત્ર પેરાશુટ બ્રિગેડના સૈનિકોને એરલિફ્ટ કર્યા હતા અને તેની સાથે આગ્રા એરફોર્સ સ્ટેશનથી પેરાશૂટ રેજિમેન્ટની 6ઠ્ઠી બટાલિયન અને 17મી પેરાશૂટ ફિલ્ડ રેજિમેન્ટ ના ફોર્સ ને પણ એરલિફ્ટ કર્યા હતા 2,000 કિલોમીટર ની આ સફર ને એરક્રાફ્ટએ નોન-સ્ટોપ કવર કરી હતી અને માલદીવ્સ ના ડિસ્ટ્રેસ કોલના નવ કલાકની અંદર હુલહુલ ટાપુ પર ના માલે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા હતા .
ઉતરતાની સાથેજ ભારતીય સૈનિકોએ એરસ્ટ્રીપની આસપાસ પોઝિશન લીધી, પરંતુ કોઈ પ્રતિકાર થયો ન હતો. ભાડૂતી સૈનિકો રેડિયો પર ભારતીય સૈનિકો આવી પોહોચીયા છે એવું સાંભળીને ભાગી ગયા હતા. ભાડૂતી સૈનિકોએ એક માલવાહકને હાઇજેક કરીને અને 27 બંધકોને તેમાં સાથે રાખીને ભાગવાનો પ્રયાસ કર્યો, જેમાં માલદીવના પરિવહન પ્રધાન અહેમદ મુજુતુબા અને તેમની સ્વિસ પત્ની ઉર્સુલાનો શામેલ હતા. ભારતીય નૌકાદળે આ માલવાહકને પીચો કરી પોતાની નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. ફ્રિગેટ્સ INS ગોદાવરી અને INS બેતવાએ શ્રીલંકાના દરિયાકાંઠે હાઇજેક કરાયેલા માલવાહકને અટકાવ્યું હતું. યુદ્ધ જહાજો તેમને ઘેરી લેતા ભાડૂતી સૈનિકોએ બે બંધકોને પુલ પર ખેંચીને અને તેમના માથા ઉડાડીને તેમના મૃતદેહને લાઇફબોય્સથી બાંધીને દરિયામાં ફેંકી દેવામાં આવ્યા હતા અને એવી આશામાં કે ભયાનક દૃશ્ય ભારતીય નૌકાદળને અટકાવશે.
જો કે, તેનાથી ભારતીય સૈનોકોનું ભાડૂતી સૈનિકોને પકડવાનો તેમનો નિશ્ચય વધુ મજબૂત બન્યો હતો . ભારતીય સૈનિકોના દબાવ વચ્ચે બળવાખોરોએ આત્મસમર્પણ કર્યું અને તેમને INS ગોદાવરી પર લઈ જવામાં આવ્યા, 16 કલાકમાં બળવાના પ્રયાસને અસરકારક રીતે સમાપ્ત થયો હતો. એક પેરા ત્રુપરે જણાવ્યું કે આંતક્વાદીયો ના બદ ઈરાદાને નાશ કરી અમે જ્યારે માલે પોહોંચ્યા હતા ત્યારે ત્યાના લોકોની આંખોમાં ખૂબ જ કૃતજ્ઞતા જોઈ હતી જે આ પહેલા 1971માં અમે ઢાકા પહોંચ્યા હતા ત્યારે મેં જોયું હતું.
ભારત-માલદિવ મિત્રતા-હાલના સંજોગો
જનરલ શર્માના જણાવ્યા મુજબ, ગયૂમે રાજીવ ગાંધીનો ખૂબ આભાર માન્યો અને વિનંતી કરી કે 6 PARA ના કમાન્ડિંગ ઓફિસર અને આવશ્યક સૈનિકોને તેમના સુરક્ષા દળોને તાલીમ આપવા અને પુનઃસંગઠિત કરવા માટે માલેમાં રહેવાની પરવાનગી આપવામાં આવે. રાજીવ ગાંધી સંમત થયા, અને આ સૈનિકો આખરે ઓપરેશન કેક્ટસ ના એક વર્ષ પછી ભારત પાછા ફર્યા. આનાથી સંરક્ષણ ક્ષેત્રે ભારત-માલદીવ સહકારની શરૂઆત પણ થઈ હતી. જો કે, આવી મિત્રતાએ હવે તીવ્ર વળાંક લીધો છે, કારણ કે માલેમાં ચીન તરફી રાજકારણીઓ હવે ભારતીય સૈનિકોને બહાર કાઢવા માંગે છે. માલદીવના વર્તમાન રાષ્ટ્રપતિ, મોહમ્મદ મુઈઝુએ “ઈન્ડિયા આઉટ” અભિયાન પર તેમનું પ્રમુખપદ જીત્યું હતું, અને આરોપ લગાવ્યો હતો કે માલદીવમાં ભારતીય સૈનિકોની હાજરી, ટાપુ રાષ્ટ્રની સાર્વભૌમત્વને અસર કરે છે.
તેમના પક્ષે એવી કથા રજૂ કરી હતી કે અન્ય દેશમાંથી આવી સૈન્ય હાજરી માલદીવની એક નાના ટાપુ રાષ્ટ્ર તરીકેની નાજુક સ્થિતિ સાથે અસંગત છે. માલદીવના વ્યૂહાત્મક સ્થાને તેને ચીન અને ભારત જેવી પ્રાદેશિક શક્તિઓ માટે કેન્દ્રબિંદુ બનાવ્યું છે, જે બંને પ્રભાવની ઝંખના કરે છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીનના કાર્યકાળ દરમિયાન, માલદીવ ચીનની નજીક વધ્યું, જેણે ચાઇના-માલદીવ્સ ફ્રેન્ડશિપ બ્રિજ જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં ભારે રોકાણ કર્યું. જો કે, ચીન તરફના આ વલણ એક સંભવિત દેવાની જાળ છે અને ચીની ધિરાણ પર વધુ પડતી નિર્ભરતા અંગે ચિંતા ઊભી કરી
માલદીવના મામલામાં ઐતિહાસિક રીતે સંકળાયેલું ભારત વિદેશમાં પોતાના સૈન્ય પદચિહ્નને લઈને સાવધ રહ્યું છે. ભારતીય અધિકારીઓએ જાળવી રાખ્યું છે કે માલદીવમાં તેમના સૈનિકો નિઃશસ્ત્ર છે અને તાલીમ અને બચાવ કામગીરી જેવી બિન-લડાઇ ભૂમિકાઓમાં મદદ કરે છે. માલદીવના કેટલાક મંત્રીઓ દ્વારા ભારત અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીઓને કારણે તાજેતરમાં ભારતીયો દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હોવા છતાં, ઓપરેશન કેક્ટસ ની વાતો સતત ગુંજતું રહે છે અને માલદીવમાં તેને કૃતજ્ઞતા સાથે યાદ કરવામાં આવે છે. મુઈઝુના ચીન તરફી વલણ હોવા છતાં, સામાન્ય માલદીવિયનો હજુ પણ ભારતને તેમના સૌથી નજીકના અને સૌથી મહત્વપૂર્ણ સાથી તરીકે જુએ છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં