વડોદરા ખાતે હરણી તળાવમાં બોટ ડૂબી જવાથી ૧૨ માંસુલ બાળકો અને ૨ શિક્ષકોનું મૃત્યુ થયા છે ત્યારે આ અંગે મેસર્સ કોટિયા પ્રોજેક્ટના સંચાલકો વિરુદ્ધમાં હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે જેમાં બેદરકારી અને નિષ્કાળજી બદલ IPC ની કલમ 304, 308, 337, 338, 114 ગુનો દાખલ કરવામાં આવ્યો છે પરંતુ એવું લાગી રહ્યું છે કે તંત્ર મુખ્ય ગુનેહગારોને બચાવવા માટે હાથ પગ મારી રહ્યું છે કારણ કે આ દુર્ધટનામાં જવાબદાર મુખ્ય કોન્ટ્રાક્ટર પરેશ શાહ ફરાર હોવાનું સામે આવ્યું છે અને FIRમાં મુખ્ય કોન્ટ્રાક્ટર પરેશ શાહનું નામ નથી
જાણો હરણી તળાવના આ ભયાનક દ્રશ્ય આંખે દેખનાર સાક્ષીએ શું કહ્યું
આ ઘટનાની શરૂઆતના સાક્ષી અને ડેડબોડી લાવવાની કામગીરીમાં મુખ્ય ભૂમિકા ભજવનાર મોહિત પટેલે ઘટનાની શરુઆતનાથી લઈને અંતિમ ક્ષણો સુઘીના કરુણ દ્રશ્યો અંગે જણાવ્યું હતું કે “સ્કૂલની ટુર આવેલી હતી આ ટુરમાં કુલ 30 બાળકો આવેલા હતા અને 4 મેડમો હતા 27 છોકરા બોટમાં બેસાડવામાં આવ્યા હતા પછી બોટ થોડી આગળ જતાં પલટી ખાઈ ગઈ ઘીમે-ઘીમે લાઈફ જેકેટવાળા જે બાળકો હતા તે બચી ગયા ને જે અમુક બાળકો ડૂબતા હતા તેને સ્થાનિકોએ અને અન્ય બોટવાળાએ બચાવ્યા હતા 9 બાળકોને હું અહી જાનવી હોસ્પિટલમાં લાવ્યો હતા અને બીજા 6 બાળકોને SSG હોસ્પિટલમાં ખસેડયા હતા આસપાસ બાળકો બચાવો બચાવો ની બૂમો પાડતા હતા આ દ્રશ્યો એકદમ કરુણ હતા તળાવ પર કોઈ જ સેફટી ગાર્ડ નહોતું જ્યારે ઘટના ઘટી ત્યારે ફકત બોટવાળા અને સામેની તરફ દુકાન ગલ્લાવાળા જ હતા આ બોટિંગ કરતા છોકરાઓમાં અમુક બાળકો પાસે જ લાઈફ જેકેટ હતા એટલે કે છોકરાઓની સંખ્યાના પ્રમાણમાં લાઈફ જેકેટની સંખ્યા ખૂબ જ ઓછી હતી આ તળાવ પર કોઈ જ સેફટી ગાર્ડ નહોતું કે ન તો કોઈ તરવૈયા હતા કે કોઈ આકસ્મિક દુર્ઘટના ઘટે તો પરિસ્થિતિને સાચવી શકે શરુઆતમાં તો છોકરાઓ રમતા હતા ને પછી મેડમોએ બૂમાબૂમ કરી એટલે અમે અંદર ગયા ત્યારે દુર્ઘટના ઘટી ગઈ હતી આ ઘટના બાદ તુરંત જ ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી સરકારી કર્મચારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા બચાવ કામગીરીમાં સ્થાનિકો જ લાગી ગયા 80 ટકા બોડી ફાયરબ્રિગેડની ટીમ જ શોઘી છે સ્થાનિકોએ આ ઘટના દરમિયાન બાળકો અને શિક્ષકોને બચાવવા ખૂબ જ મહેનત કરી છે સર્જાયેલી દુર્ધટનાગ્રસ્ત બોટમાં ક્ષમતા કરતાં વધુ બાળકોને બેસાડ્યાં હતા જેના કારણે બોટ હાલક ડોલક થતા આગળના ભાગમાં પાણી ભરાયું હતું જેથી સંતુલન ગુમાવ્યુને પલટી હતી”
સીએમ ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી હરણી તળાવ ખાતે પહોચ્યા
વડોદરા ખાતે ગઈ કાલે ૧૮ માસુમ બાળકોની જીંદગી સાથે ખીલ્વાદ થયો ત્યારે આખું વડોદરા નહી પરંતુ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી જવા પામી છે અને જનતા માં ઘટનાને લઈને આક્રોશ જોવા મળી રહ્યો છે પરંતુ અહી પ્રશ્ન થય છે કે ક્યાં સુધી તંત્ર ની બેદરકારીનો ભોગ માસુમ બાળકો અને માંસુલ જનતા બનતી રહેશે ? શું જવાબદાર વ્યક્તિઓ સામે કડક રીતે કર્ય્વાગી કરવામાં આવશે ખરી ? આ બનાવની જાણ સમગ્ર દેશભરમાં પ્રસરી ગઈ ત્યારે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી ઘટના સ્થળે પહોચી જી કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા હતા
એફએસએલ ની ટીમ હરણી તળાવ ખાતે તપાસ કરી રહી
હરણી તળાવ ખાતે એફએસએલ ની ટીમ પણ આવી પહોંચી છે અને સમગ્ર ઘટના અંગે સાયન્ટીફીક પરીક્ષણ હાથ ધરી રહી છે એફએસએલની ટીમ સાથે પોલીસ અને ફાયર બ્રિગેડ પણ પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી કરી રહ્યા છે આ ઉપરાંત સીસીટીવી કેમેરાની પણ તપાસ થઇ રહી છે
હરણી કાંડ અંગેની તપાસ SIT ને સોપવામાં આવી
હરણી કાંડ અંગે વધુ સમાચાર આવી રહ્યા ચ્ચે જેમાં હવે આ હરણી કાંડ અંગેની તપાસ હરણી પોલીસ પાસેથી લઈને SIT ને સોપવામાં આવી છે અને આગળની તપાસ હવે SIT ધરશે આ SIT માં 7 પોલીસ અધીકારીઓને સામેલ કરવામાં આવ્યા છે અને પોલીસ કમિશ્નર મનોજ નિનામાને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
હરણી કાંડ અંગેના પડઘા હાઈકોર્ટ માં પણ પડ્યા
વડોદરાની ચકચારી ઘટનાને લઈને હવે હાઇકોર્ટ માં પણ પડઘા પાડ્યા છે જેમાં ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરાયેલ સુઓમોટોને સ્વીકાર કરી લેવામાં આવ્યું છે એડવોકેટ એસોસિએશનની રજૂઆત બાદ કોર્ટે લાલ અંખ કરી છે અને કોર્ટે જણાવ્યું હતું કે બેદરકારી ના કરને નિર્દોષ બાળકો ભોગ બન્યા છે અને આ ચલાવી લેવામાં આવશે નહી
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં