આગામી તા. 22 મી જાન્યુઆરી ના રોજ અયોધ્યામાં ભગવાન શ્રીરામ ની પુન:પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે પાટણના નોરતા ગામે નિર્માણ થનાર ગુજરાતના સૌથી મોટા ઓકસીજન પાક એવા પીંપળ વન નું પ્રથમ સોપાન શ્રી રામવન થી તા 21 મી ના રોજ થી શુભારંભ થનાર છે.જેમાં એક વૃક્ષ પ્રભુ શ્રીરામ કે નામ થીમ પર ભગવાન રામને 22,000 વૃક્ષો અર્પણ કરવાનો નિર્ધાર આયોજકો દ્રારા કરવામાં આવ્યો છે.શ્રી રામવન નો શુભારંભ અને ધમૅ વૃક્ષ એક વૃક્ષ પ્રભુ શ્રીરામ કે નામના આયોજિત કાર્યક્રમ ની વિસ્તૃત માહિતી પ્રદાન કરવા ગુરૂવારે પાટણના ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયા ના પત્રકારો ની પ્રેસ બેઠકનું આયોજન મહાકાળી પીપળવન ખાતે આર્ય વ્રત નિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ, પર્યાવરણ સંરક્ષણ ગતિ વિધિ પાટણ અને સમસ્ત નોરતા ગામના આગેવાનો ની ઉપસ્થિતિ વચ્ચે કરવામાં આવ્યું હતું.
રામવન:ભગવાન શ્રીરામે 14 વર્ષ સુધી વનમાં રહી પ્રકૃતિની સેવા,સંરક્ષણ અને સંવર્ધન કર્યું
જેમાં માહિતી પ્રદાન કરતાં આર્યવ્રત નિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને જાણીતા પર્યાવરણ વિદ નિલેશભાઈ રાજગોરે જણાવ્યું હતું કે ભગવાન શ્રીરામે 14 વર્ષ સુધી વનમાં રહી પ્રકૃતિની સેવા,સંરક્ષણ અને સંવર્ધન કર્યું હતું. આજે પ્રકૃતિ જોખમાઈ રહી છે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ જેવા પ્રશ્નો વિશ્વને સતાવી રહ્યા છે. ત્યારે આગામી 22 જાન્યુઆરીએ પ્રભુ શ્રી રામની જન્મભૂમિ અયોધ્યા તીર્થમાં ભવ્ય રામ મંદિર માં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે.તેની પૂર્વ સંધ્યાએ પાટણ ના નોરતા ગામે આર્ય વ્રત નિર્માણ પ્રેરીત મહાકાળી પીપળ વન ખાતે લોક ભાગીદારી, દાતાઓ અને સરકારના સહયોગથી ગુજરાત નું સૌથી મોટું ઓકસીજન પાકૅ પીપળવન નિમૉણ થઈ રહ્યું છે. જેના પ્રથમ સોપાન શ્રી રામવનમાં એક વૃક્ષ પ્રભુ શ્રીરામ કે નામ થીમ પર ભગવાન શ્રીરામને 22000 વૃક્ષો અર્પણ કરવામાં આવશે. જેમાં કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત, પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલ, વેજલપુર ધારાસભ્ય અમિત ઠાકર, સહિત ના મહાનુભાવો અને સંતો સાથે આર્યવ્રત નિર્માણ સંસ્થા, પયૉવરણ સંરક્ષણ ગતિવિધિ પાટણ અને નોરતા ગામના સમસ્ત ગ્રામજનો, દાતાઓ સહિતના પયૉવરણ પ્રેમીઓ આ ભગીરથ કાર્યમાં જોડાશે.
રામવન:અયોધ્યામા પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવને પગલે ભગવાન રામને 22000 વૃક્ષો અર્પણ કરાશે
પાટણ સમિપ નોરતા ગામ ના મહાકાળી વીડ માં ગુજરાતનું સૌથી મોટું પીપળ વન મહાકાળી પીપળ વન બનવા જઈ રહ્યું છે જેમાં પ્રથમ સોપાન શ્રી રામવન જેમાં ધર્મ વૃક્ષની સ્થાપના કરી 22000 વૃક્ષો ભગવાન રામને અર્પણ કરવામાં આવશે.આ સ્થાન ઉપર આગામી સમયમાં શ્રી રામવન સિવાય પણ અહીંયા તળાવ પણ બનવવામાં આવશે તો નવદુર્ગા ના નવ અલગ અલગ મિયાવાકી બનશે સાથે સાથે પતંગિયા પથ અને નાની તલાવડી ઓ પણ બનશે અને ટૂંકમાં એક બાયોડાઇવર્સિટી એટલે કે જૈવ વિવિધતા જળવાય એના માટેનો એક ગુજરાતનું સારામાં સારું પ્રકૃતિનું સંરક્ષણ અને સંવર્ધન થાય એના માટેનું એક સારો ઇકો પોઇન્ટ અને ગુજરાતનો સૌથી મોટો ઓક્સિજન પાર્ક બનશે અને સમગ્ર પ્રવૃત્તિ આર્ય વ્રત નિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ, નોરતા ગામ, પર્યાવરણ સંરક્ષણ ગતિ વિધિ,આરએસએસ સહિત દાતાઓની દેખરેખ હેઠળ નિમૉણ કરાનાર હોવાનું તેઓએ જણાવ્યું હતું
જયેશ મકવાણા, પાટણ
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં