પક્ષી અને મનુષ્ય:મિત્રની સ્મશાન યાત્રામાં પોપટ નનામી ઉપર બેસીને સ્મશાને ગયો
પક્ષી અને મનુષ્ય મિત્રની સ્મશાન યાત્રામાં પોપટ નનામી ઉપર બેસી સ્મશાને ચિતાના સાત ફેરા ફરતા કુતુહલ સર્જાયું. કળિયુગમાં મતલબના સંબંધો થઈ ગયા છે.માણસ દોસ્તી ત્યારે જ કરે છે જેમાં તેનો ફાયદો હોય. તેવા સમયે એક પોપટ મિત્ર નું આકસ્મિક મોત થતાં ઘરથી સ્મશાન સુધી મિત્રની નનામી ઉપર બેસી આંખમાં આંસુ સાથે સ્મશાન સુધી પહોંચ્યો. સાથે સાથે ચિતાના સાથ ફેરા પણ મિત્ર સાથે ફરી મનુષ્ય કરતાં પક્ષી દોસ્તીમાં વફાદાર હોવાનો પુરાવો આપ્યો હતો.
આ પણ વાંચો :લોકસભા ચૂંટણી 2024 પહેલા, ઘરે બેઠા વોટર આઈડી કાર્ડ માં સુધારો કરો, જાણો ઓનલાઈન પ્રક્રિયા.
મનુષ્ય કરતાં પક્ષી દોસ્તીમાં વફાદાર હોવાનો પુરાવો આપ્યો
ઘોઘંબા તાલુકાના ધનેશ્વરની મુવાડી ગામે રહેતા નરેશ પરમાર નું આજરોજ અકસ્મિક મોત નીપજ્યું હતું. તેમની નનામી તૈયાર કરાય ત્યારે એક પોપટ નનામી ઉપર બેસી ગયો હતો. ગ્રામજનોએ તેને ભગાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ પોપટ ઉડીને ત્યાંજ બેસી જતા લોકોએ ભગાવનની મરજી સમજી પોપટને નનામી ઉપર બેસવા દીધો હતો. નનામી ઉપર બેઠેલો પોપટની આંખમાં આસુ નરી આંખે દેખાઈ રહ્યા હતા.મરણ જનાર નરેશભાઈ બે ભાઈઓ વચ્ચે એકનો એક પુત્ર હતો તેમના કાકા ગમીરસિંહ પરમાર ઝેરબાઈ માતા તથા ભાથીજી મહારાજના ગોલ્લા છે.
તેઓ ખોડીયાર માતાની પણ પૂજા કરે છે. પૂજાના સમયે નરેશ મંદિર પાસે રહેતા પક્ષીઓને દાણા ખવડાવતો અને પાણી પીવડાવતો હોય. નરેશના આકસ્મિક મોતથી પોપટને આઘાત લાગતા મિત્રતા નિભાવવા નનામી ઉપર બેસીસ સ્મશાને પહોંચી નશ્વરદેહ ના અગ્નિ સંસ્કાર સુધી ત્યાં જ રહી મિત્રને અંતિમ વિદાય આપતા ડાઘોમાં કુતુહલ સર્જાયું હતું.આજના મતલબી યુગમાં માણસાઈ મરી પરવારી છે ત્યારે એક અબોલા પક્ષી એ મતલબી મિત્રોના ગાલ ઉપર તમાચો માર્યો હતો.
રિપોર્ટિંગ મિતુલ શાહ હાલોલ પંચમહાલ
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં
