Ind vs Eng:યશસ્વી જયસ્વાલ (209 રન) અને જસપ્રિત બુમરાહ (6 વિકેટ)ના પ્રદર્શનને કારણે ભારતે ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં ઈંગ્લેન્ડ પર 171 રનની સરસાઈ મેળવી લીધી છે. ટીમે બીજા દિવસે સ્ટમ્પ સુધી બીજા દાવમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 28 રન બનાવી લીધા છે. કેપ્ટન રોહિત શર્મા 13 અને યશસ્વી જયસ્વાલ 15 રન બનાવીને અણનમ છે
ભારતે 336/6ના સ્કોર સાથે પ્રથમ દાવની શરૂઆત કરી અને શનિવારે વિશાખાપટ્ટનમના ડૉ. વાયએસ રાજશેખર સ્ટેડિયમમાં 396 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ત્યારબાદ ભારતીય બોલરોએ ઈંગ્લેન્ડને પ્રથમ દાવમાં 253 રનમાં પેવેલિયન મોકલી દીધું હતું.
આ રીતે ભારતને પ્રથમ દાવ બાદ 143 રનની લીડ મળી હતી. ભારત તરફથી ઓપનર યશસ્વી જયસ્વાલે પ્રથમ દાવમાં 209 રન બનાવ્યા હતા જ્યારે જસપ્રિત બુમરાહે 6 વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચો:લોકસભા ચૂંટણી 2024 પહેલા, ઘરે બેઠા વોટર આઈડી કાર્ડ માં સુધારો કરો, જાણો ઓનલાઈન પ્રક્રિયા.
Ind vs Eng : સ્ટમ્પ પર ભારત 28/0; જયસ્વાલ અને રોહિત અણનમ
દિવસની રમત પૂરી થઈ. ભારતીય ટીમે બીજા દાવમાં વિના નુકસાન 28 રન બનાવી લીધા છે. યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્માની ઓપનિંગ જોડી અણનમ છે. ભારતીય ટીમની લીડ વધીને 171 રન થઈ ગઈ છે. ટીમે પ્રથમ દાવમાં 143 રનની લીડ મેળવી હતી.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં