અંકલેશ્વરના GIDC ગોડાઉનમા શનિવારે વહેલી સવારે આગ ભભુકી ઉઠી હતી,તો જોત જોતામા આગ એટલી વિકરાળ બની ગઈ કે અંકલેશ્વર,પાનોલી,ઝઘડિયા નગર પાલિકા અને અન્ય ખાનગી કંપનીના ફાયર ફાયટરોને પણ ઘટના સ્થળે પહોચી આગ ઓલવવાની કામગીરી શરુ કરી હતી.
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી જયંત પેકેજીગ ઈન્ડસ્ટ્રીમાંમા આજે વહેલી સવારે આગ લાગતા દોડધામ મચી હતી,તો આગે એટલુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ કે,આસપાસના લોકોમા એક ભય ફેલાઈ ગયો હતો,ઘટનાની જાણ થતા ફાયર અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોચી ગયા હતા,કયા કારણોસર આગ લાગી તેનુ કારણ અકબંધ છે,
આ પણ વાંચો:હોસ્પિટલમાં સ્ટાફની ઘોર બેદરકારીનાં કારણે ઉંદરોનો ત્રાસ
આગને કાબુમા લેવા માટે આસપાસની ખાનગી કંપનીના ફાયર ફાયટરની પણ મદદ લેવી પડી હતી. જે રીતે આગ ફેલાતી ગઈ તેમ તેમ દૂર સુધી તેના ધુમાડા જોવા મળ્યા હતા,તો બીજી તરફ નજીકમા શાળાઓ પણ આવેલી છે,જરૂર પડશે તો જ શાળામાં બાળકોને રજા પણ આપી દેવાશે.
આગને જોઈ આસપાસમા રહેલી અન્ય કંપનીઓએ પણ પોતાનો માલસામાન અન્ય જગ્યાએ ખસેડવાની શરૂઆત કરી હતી,કેમકે આગ વધુ વકરે તો અન્ય કંપની પણ આગની ઝપેટમા આવી શકે છે અને મોટુ નુકસાન થઈ શકે,માટે આસપાસમા રહેલી કંપનીઓ પણ સાવચેત થઈ ગઈ હતી.
જીતુ રાણા અંકલેશ્વર ભરૂચ
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી