- ચાર મહિના બાદ ઘઉં કાપણીની મોસમ શરૂ થઈ
જૂનાગઢના ભેસાણમાં ખેડૂતોની ચાર મહિનાની મહેનત બાદ ઘઉં કાપણીની મોસમ શરૂ થઈ છે. જો ઘઉંના ટેકાના ઉચા ભાવથી ઘઉંની ખરીદી કરવામાં આવે તો ખેડૂતોને પોસાય તેમ છે બાકી તો ખેડૂતો ને ખોટ જવાની ભીતિ સેવાઈ રહી છે
જુનાગઢ જીલ્લો 10 તાલુકા ધરાવતો જિલ્લો છે જેમાં શિયાળુ પાકમાં મોટાભાગના ખેડૂતોએ ધાણા,જીરું, ઘઉંનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે હવે ખેડૂતોની ચાર મહિનાની મહેનત બાદ ઘઉં પાક ઉપર આવ્યા છે એટલે ઘઉં લણવા ની મોસમ પડી છે જેમાં ખેડૂતોએ વાવેલા પાકોમાં જે વાતાવરણ મળવું જોઈએ તે મળ્યું નથી શિયાળાના ચાર મહિના દરમિયાન દસ-પંદર દિવસે તો માવડું પહોંચી ગયું હતું
જેને લઈને ખેડૂતોના પાકોમાં જે ફ્લાવરિંગ થવાનું હોય તે ખુબજ ઓછું થયું છે ઘઉંની વાત કરવા જઈએ તો વીઘે સવા બે થી અઢી ખાંડી ઘઉં ઉતરતા હોય જે ખેડૂતોને માત્ર સવાખંડી થી દોઢ ખાંડી ઉતર્યા છે જેમાં ખેડૂતોને દવા બિયારણ મજુરી અને મોસમનો ખર્ચ વીધે 3, હજાર થી 35 સોનો તો ખર્ચો ચડી જતો હોય છે
આ પણ વાંચો :અંકલેશ્વર GIDCમાં લાકડાના ગોડાઉનમાં ભીષ આગ
હાલ અત્યારે કોલેટી પ્રમાણે સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં ઓપન બજારમાં ઘઉંના મણનો ભાવ 500 થી 600 રૂપિયા મળી રહ્યો છે તો ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે જો ઘઉંના ટેકાના ઉચા ભાવથી ઘઉંની ખરીદી કરવામાં આવે તો ખેડૂતોને પોસાય તેમ છે બાકી તો ખેડૂતો ને ખોટ જવાની ભીતિ સેવાઈ રહી છે
મહેશ કથિરીયા ભેસાણ જૂનાગઢ
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી