પાટણના નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ અધિકારીએ કર્યું નિરીક્ષણ
પાટણમાં આવેલ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાત સરકાર અનુસૂચિત જાતિ સમાજના વિદ્યાર્થી અને વિદ્યાર્થીની ભાઈ બહેનનો માટે રહેવાની સગવડ સાથે અભ્યાસ કરી શકે તે માટે કુમાર અને કન્યા છાત્રાલય બનાવવા જગ્યા ફાળવેલી હતી એ જગ્યા ઉપર સરકારી ગ્રાન્ટ હેઠળ ભવ્ય બાંધકામ ચાલી રહ્યું છે ત્યાં તપાસ અને નિરીક્ષણ કરવા માટે પાટણ જિલ્લા નાયબ નિયામક અનુસૂચિત જાતિ સમાજના વિદ્યાર્થી ભાઈ બહેનોના હિતમાં જલ્દી કરે તેવી માંગ અનુસૂચિત જાતિ સમાજ દ્વારા કરવામાં આવી છે.
જ્યારે વધુમાં અનુસૂચિત જાતિ સમાજના વિદ્યાર્થીઓની છાત્રાલયનો મુખ્ય પ્રવેશ દ્વારા યુનિવર્સિટીના મુખ્ય સંકુલ અંદરના રોડ ઉપરથી અવરજવર કરવા માટે સરકાર રસ્તો કરે તેવી વિવિધ અગ્રણીઓની સંસ્થાઓની રજૂઆતના અનુસંધાનમાં મુખ્ય દરવાજા માટે સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું છે.
તેમજ સરકારી અન્ય વિકસિત જાતિ કલ્યાણ સંચાલિત અણહીલ ભરવાડ કુમાર છાત્રાલય, જશમાં ઓડણ છાત્રાલય, અને આદિજાતિ છાત્રાલય, વગેરે છાત્રાલયના અવરજવર નામ મુખ્ય માર્ગ પર છે તો સરકારી અનુસૂચિત જાતિ કલ્યાણના કુમાર અને કન્યા છાત્રાલય માટે પણ અન્ય સરકારી છાત્રાલયના જેટલો જ મુખ્ય દરવાજો ફાળવવા માટે ગુજરાત રાજ્ય સરકારમાં જાણ કરવા માટે પાટણના સામાજિક અગ્રણીઓ અને સંસ્થાઓ દ્વારા પાટણ જિલ્લા નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ અધિકારી પી.ડી. સરવૈયાને વારંવાર રજૂઆતો કરવામાં આવી રહી છે.
કેમેરામેન હાર્દિક સોલંકી સાથે રિપોર્ટર ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યુઝ પાટણ
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી