- એક જ જેટા ગામમાં ખરવા જેવા રોગના કારણે 300 થી વધુ પશુઓ ના મૃત્યુ
બનાસકાંઠા જિલ્લાની સરહદી વિસ્તારમાં ગઈ સાલ આવેલ લંપી વાયરસ કરતા વધુ ખરવા રોગની પશુઓમાં અસર.થરાદ વાવ સુઈગામ ભાભર સહિતના ગામડાઓમાં પાલકો એ સારવાર કરવા છતાં પશુઓ ટપોટપ મૃત્યુ પામી રહ્યા. થરાદ ના જેટા ગામમાં એક જ ગામમાં ખરવા જેવા રોગના કારણે 300 થી વધુ પશુઓ ના મૃત્યુ થયા હોવાનો ગામ લોકો નો દાવો.
બનાસકાંઠા જિલ્લાના થરાદ વાવ સુઈગામ સહિતના ગામડાઓમાં ખરવા જેવા રોગના કારણે ગામડામાં પશુપાલકોના પશુઓને અત્યારે પ્રાથમિક સારવાર કરવા છતાં દુધાળા ગાભણ તેમજ નાના પશુ ભેંસો મૃત્યુ પામી રહી છે અને પશુપાલકોને ગામડાઓમાં લાખો રૂપિયાનું નુકસાન ગોઠવવાનો વારો આવી રહ્યો છે.
ગઈ સાલ આવેલ લંપી વાયરસ કરતાં પણ વધુ વિકટ પરિસ્થિતિ સર્જાય તેવા એધાણ
પશુપાલકોએ રાજ્ય સરકાર પાસે માંગ કરી છે કે તાત્કાલિક ગંભીર નોંધ લઈને પશુઓઓના થઈ રહેલ મૃત્યુ અટકાવે અને પશુ પાલકોનો સહારો બને તેવી માંગ કરવામાં આવી છે અને જો આવી જ પરિસ્થિતિ ચાલુ રહેશે તો મુશ્કેલી સર્જાશે.
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર થરાદ વાવ સુઈગામ ભાભર સહિત ના ગામડાઓમાં ગયા વર્ષ આવેલા લંપી વાયરસ ના કારણે દુધાળા ગાયોના ટપોટપ મુત્યુ ના કારણે પશુપાલકોને લાખો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો દુધાળી ગાયો એચએફ ગાયો મૃત્યુ પામી હતી અને રાજ્ય સરકાર દ્વારા મોડે મોડે ગંભીર નોંધ લઈને સારવાર ચાલુ કરાઈ હતી
ત્યારે ફરી સરહદી વિસ્તાર વાવ સુઈગામ થરાદ સહિત ભાભર વિસ્તારના કેટલાક ગામડાઓમાં હાલની પરિસ્થિતિમાં ખરવા જેવા રોગના કારણે ભેંસો નાના પશુ ગાભણ પશુઓ તેમજ દોહવા આવતા હોય તેવા પશુઓને મોઢા ના ભાગે ખરવાની અસર,ગળામાંથી લાલ પડવી પગ પકડાવવા, જેવી બીમારીના કારણે ખોરાક છોડી દઈ બે કે ત્રણ દિવસની અંદર પશુઓને સારવાર કરાવવા છતાં કેટલાક પશુઓના મૃત્યુ પામી રહ્યા છે
ત્યારે કોઈ પરિવારનો એક તો કોઈ પરિવારના પાંચ પાંચ પશુઓ દોહવા હાલતા ગાભણ નાનાં પશુઓના મૃત્યુ પામી રહ્યા છે ત્યારે આવા પશુપાલકો પરિવારને લાખો રૂપિયાનું નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે
ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગંભીર નોંધ લઈને બનાસકાંઠાના થરાદ વાવ સુઈગામ સહિતના જે વિસ્તારના ગામડાઓમાં ખરવા જેવા રોગના કારણે પશુઓ મૃત્યુ થઈ રહ્યા છે તેને અટકાવી તાત્કાલિક વધુ પશુ ચિકિતશકો બોલાવી બીમાર પશુઓની સારવાર ચાલુ કરાવે તેવી માંગ કરેલ છે.
થરાદ તાલુકાના જેટા ગામમાં ખરવા જેવા રોગના કારણે 300 થી વધુ પશુઓના મૃત્યુ થયા હોવાનો ગામ લોકો દ્વારા દાવો કરવામાં આવ્યો છે એક પશુપાલકને 15 દિવસે 70 હજાર રૂપિયાનું દૂધ ભરાવી વળતર મેળવતો હતો તે ખેડૂતને નવ જેટલા પશુ નાના-મોટા મૃત્યુ પામતા માત્ર 15 દિવસમાં ₹1,000 નું દુધ પહોંચી ગયુ ત્યારે આવા પશુપાલક ખેડૂતોએ રાજ્ય સરકાર પાસે આજીજી કરી રહ્યા છે અને પશુઓ માટે યોગ્ય સારવાર કરાવી મરતા પશુઓ ધન બચાવે તેવી માંગ કરી.
દિનેશ ઠાકોર દિવ્યાંગ ન્યુઝ ચેનલ બનાસકાંઠા
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી