ઘણીવાર આપણે બધાને એવું લાગે છે કે આપણું શરીર કામ કરવા માટે બિલકુલ તૈયાર નથી. સહેજ પણ હલનચલન કરવાનું મન થતું નથી અને આખો દિવસ આરામ કરવાનો વિચાર આવે છે. આવું ક્યારેક-ક્યારેક થાય તો ઠીક છે, પરંતુ જો તમે સતત સુસ્તી અને આળસનો અનુભવ કરતા હોવ તો તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે.
ચાલો જાણીએ તે 5 કારણો વિશે જે તમારા શરીરને હંમેશા થાકેલું અને આળસુ બનાવી શકે છે.
ખરાબ આહાર
આપણે જે ખાઈએ છીએ તેની સીધી અસર આપણા એનર્જી લેવલ પર પડે છે. પ્રોસેસ્ડ ફૂડ, ખાંડ અને બિનઆરોગ્યપ્રદ ચરબીયુક્ત ખોરાક થાક અને સુસ્તીનું કારણ બની શકે છે. બીજી તરફ, પ્રોટીન, ફાઈબર, વિટામિન્સ અને મિનરલ્સનો સમાવેશ થતો સંતુલિત આહાર તમને દિવસભર ઊર્જાવાન રાખવામાં મદદ કરે છે.
ડીહાઈડ્રેશન (નિર્જલીકરણ)
શરીરમાં પાણીની ઉણપ એટલે કે ડિહાઇડ્રેશન પણ થાક અને સુસ્તીનું મુખ્ય કારણ છે. જ્યારે શરીરમાં પાણીની ઉણપ હોય છે, ત્યારે લોહી જાડું થઈ જાય છે અને કોષોને પોષક તત્વો પહોંચાડવામાં મુશ્કેલી પડે છે. આનાથી સ્નાયુઓમાં ખેંચાણ અને થાકની લાગણી થઈ શકે છે. તેથી, દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ઊંઘનો અભાવ
સારી અને પૂરતી ઉંઘ ન મળવાથી પણ સુસ્તી આવી શકે છે. રાત્રે ઓછામાં ઓછી 7-8 કલાકની ઊંઘ લેવી જરૂરી છે. ઊંઘ દરમિયાન, શરીર પોતાને રીપેર કરે છે અને ઊર્જાનો ભંડાર ફરીથી ભરે છે.
કસરતનો અભાવ
નિયમિત વ્યાયામ માત્ર શારીરિક તંદુરસ્તી માટે જ નહીં પરંતુ માનસિક સ્ફૂર્તિ માટે પણ મહત્વપૂર્ણ છે. વ્યાયામ રક્ત પરિભ્રમણ સુધારે છે, સ્નાયુઓને મજબૂત બનાવે છે અને એન્ડોર્ફિન નામના હોર્મોનને મુક્ત કરે છે, જે આપણને ખુશી અને એનર્જીનો અનુભવે કરાવે છે.
આ પણ વાંચો: કાશ્મીરમાં એન્જિનિયરોનું અદ્ભુત કામ, જમ્મુ-કાશ્મીરમાં વિશ્વના સૌથી ઊંચા ચેનાબ રેલ બ્રિજનું કામ પૂર્ણ, જાણો કેટલો મુશ્કેલ હતો આ પ્રોજેક્ટ
તબીબી કારણો
ક્યારેક સતત થાક અને સુસ્તી પાછળ કોઈ તબીબી કારણ હોઈ શકે છે. જેમ કે, થાઈરોઈડની સમસ્યા, એનિમિયા, ડિપ્રેશન અથવા કોઈ લાંબી બીમારી. જો તમે કોઈપણ કારણ વગર સતત થાક અનુભવતા હોવ તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી