- અયોધ્યા રામમંદિરના ગર્ભગૃહમાં શું માત્ર રામજી પૂજાશે.?
- માતા સીતાની પ્રાણ પ્રતિષ્ઠા થશે કે નહીં ?
- રામજી બાળ સ્વરૂપ હોવાથી… શું સીતા પ્રતિમા નહીં હોય ?
આયોધ્યમાં રામ જન્ભુમી પર ૭૦૦ એકરમા નિર્માણ થઇ રહેલ રામ મંદિર આજકાલ સર્વ સનાતાનીયો માટે કેન્દ્રબિંદુ બની ગયું છે. યુગો યુગો ની કલ્પના અને અસ્થા હવે ટૂંક સમયમાં પરિપૂર્ણ થશે એવું દેખાઈ રહ્યું છે અને અયોધ્યા નગરી વિશ્વમાં એક પોતાની એક આગવી ઓળખ ઉભી કરશે
આજે સમગ્ર ભારત અયોધ્યામાં પ્રભુ શ્રી રામજીના દર્શન કરવા માટે આતુર છે ત્યારે મોટા ભાગના રામ ભક્તો અસમંજસમાં હશે કે સહનશીલતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડનાર સ્ત્રી માતા સીતાની પ્રતિમાને રામ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન શ્રી રામની સમીપ બિરાજીત કરવામાં આવશે કે નહીં !!! સનાતન ધર્મ ની વર્ષો ની આસ્થા અને પ્રતીક્ષા નો અંત હવે ટૂંક સમયમાં આવવા જઈ રહ્યો છે.
વર્ષ ૨૦૨૪, ૨૨ મી જાન્યુઆરીનો પાવન દિવસ ઐતિહાસિક દિવસ બનવા જઈ રહ્યો છે. ન્યાયિક ચુકાદા બાદ રામજન્મ ભૂમિ અયોધ્યામાં પ્રભુ શ્રી રામજીની મુર્તિની હર્ષોલ્લાસ સાથે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. તેમજ આધ્યાત્મિક સ્તર પર અંકિત થનાર પવિત્ર અવસરને દુનિયાના ખૂણેખૂણેથી શુભકામનાઓ મળી રહી છે. ત્યારે ભકતોના મુખ પર થતા ઉચ્ચારણ ‘જય સિયારામ’ શબ્દને લઈ, એ મુંઝવણ ઊભી થઈ હતી કે શ્રી રામજીની પ્રતિમા પાસે માતા સીતાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે કે નહીં !!! જે અંગે રામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે માહિતી આપી છે કે અયોધ્યા રામ મંદિરના ગર્ભગૃહમાં માત્ર પ્રભુ શ્રી રામની પ્રતિમાની સ્થાપના થશે…. કારણ, અહીં રામજીનુ સ્વરૂપ ૫ વર્ષના બાળક જેવું હશે. જેથી માતાની પ્રતિમા સ્થાપિત કરી શકાશે નહીં. પ્રભુનુ બાળ સ્વરૂપ માતા સીતા સાથેના વિવાહ અગાઉનું હોય જેને લઈ માત્ર શ્રી રામ મૂર્તિ સ્થાપિત કરવાનો નિર્ણય લેવાયો છે. ભગવાનની મૂર્તિ એ પ્રકારની હશે. જેમાં ભગવાનના લગ્ન થયા નથી. માટે મંદિરના ગર્ભગૃહમાં માતાની પ્રતિમાના દર્શનનો લ્હાવો ભક્તોને મળશે નહીં. જોકે, શ્રી રામના પ્રિય ભકત હનુમાનની જેમ ભક્તોના આંતરમનમાં માતા સીતાની શુધ્ધ અને પરિપૂર્ણ સત્યતાની છબી હંમેશા ઉભરતી રહેશે.
બોલો, “સિયાવર રામચંદ્ર કી જય”
બીજલ પટેલ, સુરત
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં