- વેરાવળ રેલવે સ્ટેશન આધુનિકતાના પોશાકમાં જોવા મળશે
- પૌરાણિક વેરાવળ રેલવે સ્ટેશન 10 કરોડના ખર્ચે નવું બનશે
યાત્રાધામ સોમનાથ વેરાવળમાં ભારત અમૃતમ યોજના હેઠળ વેરાવળ રેલવે સ્ટેશન રૂ.10 કરોડના ખર્ચે નૂતન બની રહ્યું છે. રાજા રજવાડાના વખતનું પૌરાણિક રેલવે સ્ટેશન હવે આધુનિકતાના પોશાકમાં જોવા મળશે. વિશ્વભરના સોમનાથ આવનારા યાત્રિકો ની તમામ સુવિધાઓનું અહીં નિર્માણમાં ધ્યાન રખાયું છે..ભૂતકાળનું ધમધમ તું વેરાવળ બંદર કે અહીં દેશ વિદેશના વહાણો આવતા અને આયાત અને નિકાસ થતીહતિ.તો દરિયા કિનારા ને જોડતી રજવાડાના વખત થી રેલ્વે લાઈન અને રેલવે સ્ટેશન કાર્યરત હતા. વેરાવળ રેલવે જંકશન થી દેશભરના વિવિધ રાજ્યોની કનેક્ટિવિટી સાથે ભૂતકાળમાં પણ ટ્રેનો ચાલુ હતી પરંતુ ટુરિઝમ અને તે વિકાસને લઈ સોમનાથ વેરાવળ છે અનેક લાંબા રૂટ ની ટ્રેનો પણ શરૂ કરાય છે. સોમનાથ તીર્થને હિસાબે અહીં જે ટ્રેનો આવે એમાં વધારે પહોંચવાથી સ્ટેશન છેડા પર હોય ત્યારે વડીલો વૃદ્ધો અને મહિલાઓએ ટ્રેનમાં પોતાનો બેઠક અને કોચ શોધવા લાંબુ ચાલવું પડતું હાલ જે ટિકિટ બારી છે તે ત્યાંથી હટાવી અને આવતી જતી ટ્રેનોના સેન્ટર પોઇન્ટ પર ટિકિટ બારી પ્રત્યક્ષાલય અને સુવિધા યુક્ત વેઇટિંગ રૂમ સહિતની સુવિધાઓ ટ્રેનના કોચના મધ્ય સેન્ટરમાં નિર્માણ થવા જઇ રહી છે રૂપિયા 10 કરોડના ખર્ચથી સ્ટેશનનો પાર્કિંગ એરિયા તેમજ આસપાસના વિસ્તારોને પણ સુવિધા યુક્ત બનાવાઇ રહ્યા છે તેમ જ અહીં થતી ભારે ટ્રાફિક સમસ્યાને લઈને હાલ સુધીનું આવવા જવાનો એક જ માર્ગ હતો તેને ઈન અને આઉટ બે જગ્યા બનાવાય છે જેથી અંદર પ્રવેશનો દરવાજો અલગ રહેશે અને બહાર નીકળવાનો દરવાજો પણ અલગ રહેશે. જેથી અહીં આવનારા યિત્રીકો ને આવનારા સમયમાં સારી સુવિધાઓ મળી શકશે.
અરવિંદ સોઢા પ્રાચી,ગીરસોમનાથ
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં