- ગીરી મથક સાપુતારામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત
- લાકડાં ભરેલી ટ્રકની નીચે ક્રેટા કાર દબાઈ, 4નાં મોત
મહારાષ્ટ્રથી લાકડાનો જથ્થો ભરી દહેગામ જતી દસ વ્હીલર ટ્રક નંબર જીજે ૧૪ એક્સ ૦૭૮૬ના ટ્રક ચાલકે ઘાટમાર્ગમાં સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતાં અકસ્માત સ્થળે ક્રેટા કાર નંબર જીજે 14 એક્સ 0786 ઉપર પલ્ટી જતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. સાપુતારા જતાં મુખ્ય માર્ગ ઉપર અવર નવર ગંભીર અકસ્માતો સર્જાતા રહેતાં હોય છે, ત્યારે મહારાષ્ટ્રથી લાકડાનો જથ્થો ભરી દહેગામ જતી દસ વ્હીલર ટ્રક નંબર જીજે ૧૪ એક્સ ૦૭૮૬ના ટ્રક ચાલકે ઘાટમાર્ગમાં સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતાં અકસ્માત સ્થળે ક્રેટા કાર નંબર જીજે 14 એક્સ 0786 ઉપર પલ્ટી જતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ગંભીર અકસ્માતમાં ગાંધીનગર પાર્સિંગની ક્રેટા કારમાં પ્રવાસી મુસાફરોમાં એક જ પરિવારના પાંચ વ્યક્તિ જેમાં એક બાળક બે મહિલા એક પુરુષના મોત થયા હતા. એક મહિલાને ઈજા પહોંચતા તાત્કાલિક નજીકની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ગંભીર અકસ્માતની ઘટનાને પગલે ડાંગ જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલ, સાપુતારા પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.જે નિરંજન, ટ્રાફિક પોલીસ, સ્થાનિક પોલીસના જવાનો, વાહન ચાલકો સહિત આજુબાજુના લોકો દોડી આવી મદદે પહોંચ્યા હતા, પરંતુ તાત્કાલિક ક્રેનની વ્યવસ્થા ઉભી ન થતાં ચગદાયેલ મુસાફરોને કાઢવા માટે અવરોધ ઉભો થયો હતો. સાપુતારા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરતાં તાત્કાલિક ક્રેન બોલાવી ટ્રક નિચેથી કાર માંથી મુસાફરોને કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં