- માંડવી નવા પુલ પાસે વીજ કરંટ લાગવાની ઘટના
- નવા પુલથી ધોબની નાકા સુધી વીજ પોલ ઉભા કરવાની કામગીરી ચાલતી હતી
- દરમિયાન ઉપર થી પસાર થતી એચ ટી લાઇન સાથે અડી જતા 7 વ્યક્તિઓને કરંટ
- તમામને માંડવી રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા
સુરત જિલ્લા ના માંડવી ખાતે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. માંડવી ના નવા પુલ નજીક સ્ટ્રીટ લાઈટ નાખવાની કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે. કાકરાપાર અણુમથક દ્વારા સ્ટ્રીટ નાખવા માટે ગ્રાન્ટ આપવામાં આવી હતી. આજે સવારે નવા પુલ થી ધોબણી નાકા સુધી વીજ પોલ નાંખવાની કામગીરી કરવામાં આવી રહી હતી. કામગીરી દરમિયાન ઉપર થી પસાર થતી એચ ટી લાઇન અવરોધ રૂપ બની હતી. અને કામ કરી રહેલ સાત જેટલા કર્મચારીઓ લાઇન સાથે અડી જતા વીજ કરંટ લાગ્યો હતો. કામગીરી મામલે પાલિકા ના ઈજનેર ની પણ બેદરકારી છતી થઇ હતી. સાત કર્મચારીઓ ને વીજ કરંટ લાગતા તમામ જમીન પર ફેંકાઈ ગયા હતા. તાત્કાલિક સ્થાનિક રહીશો મદદ માટે દોડી આવ્યા હતા. અને પોતાની ખાનગી વાહનો માં જ તમામ ને નજીક માં આવેલ રેફરલ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પાંચ સભ્યો ને રેફરલ હોસ્પિટલમાં તેમજ બે કર્મચારીઓ ને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. ઘટના ની ગંભીરતા ને લઈ ને સ્થાનિક સાંસદ પણ દોડી આવ્યા હતા. અને ઘટના ને લઇ કામ કરતી એજન્સી સામે ગંભીર બેદરકારી હોવાનો આક્ષેપ પણ સાંસદ દ્વારા કરવામાં આવ્યો હતો. અતિ વ્યસ્ત બની ગયેલ માંડવી ના નવા પુલ વાપી શામળાજી હાઈ વે ને પણ જોડે છે. જેથી સ્ટ્રીટ લાઈટ ની અગત્યતા જરૂરી થઈ પડે છે. જેથી અહીં સ્ટ્રીટ લાઈટ માટે વીજ પોલ નાખવાની કામગીરી થઈ રહી હતી. જેનું પ્રિ બોક્સ પ્રાઇવેટ ખાનગી કંપની ને કામ આપવામાં આવ્યું હતું. હાલ સાત કર્મચારીઓ કરંટ લાગતા તમામ સારવાર હેઠળ છે.
રમેશ ખંભાતી ,માંડવી, સુરત
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં