- BRTS અને સિટી બસના ડ્રાઈવરોએ રેલી યોજી
સુરત, તા.૧
કેન્દ્ર સરકાર દ્વારા કાયદામાં કરવામાં આવેલા ફેરફારને કારણે સુરતમાં બસ અને ટ્રક તથા ટ્રેલર સહિતના મોટા વાહનોના ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા છે, અકસ્માત બાદ ડ્રાઈવરને 10 વર્ષની સજા, લાયસન્સ રદ્દ કરવા સહિતની જોગવાઈના વિરોધમાં સુરતની સિટી બસ અને બીઆરટીએસ બસના ડ્રાઈવર દ્વારા વિરોધ રેલી કાઢવામાં આવી હતી. બીજી તરફ આજ મુદ્દે સચિન હાઈ વે પર ટ્રક અને ટ્રેલરના ડ્રાઈવરોએ ચક્કાજામ પણ કર્યો હતો.
અંદાજે 1000થી વધુ બસ ઓફ રોડ થઇ જતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, સુરતમાં ડ્રાયવરોની હડતાળને લઈ બસોનો ખડકલા ડેપોમાં થયા છે. તમામ BRTS અને સિટી બસ ડેપોમાં પાર્ક કરાઈ છે. 3 દિવસ સુધી હડતાળ હોય બસો ડેપોમાં પાર્ક કરાઈ છે. 3 દિવસમાં કરોડો રૂપિયાનું નુકશાન પાલિકાને થવાનો અંદાજ સેવવામાં આવી રહ્યો છે.
હજીરા વિસ્તારમાં પણ નેશનલ હાઇવે ઉપર ટ્રક અને ટેલરના ડ્રાઈવરો હડતાલ ઉપર ઉતર્યા હતાં. પાંચ કિલોમીટર સુધીનો હાઇવે ટ્રાફિકજામ અને ચક્કા જામ કરી દેવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં ઈચ્છાપોર પોલીસ સ્ટેશન અને હજીરા પોલીસેના સ્ટાફ ઘટના સ્થળે પહોંચી હતી. ડ્રાઇવરોએ વિરોધ પ્રદર્શન કરી નેશનલ હાઈવે ઉપર ચક્કા જામ કર્યો હતો.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં