- તકતીઓને અયોધ્યા ખાતે શુભ મુહૂર્તમાં લગાવવામાં આવશે
વડોદરા, તા.૧
વડોદરા શહેરમાં રામભક્ત દ્વારા રામાયણની ગાથા લખેલ પિત્તળની તકતીઓને બનાવી અયોધ્યા ખાતે શુભ મુહૂર્તમાં લગાવવામાં આવશે સંસ્કૃતિનું જતન થાય તે પ્રકારે પિત્તળ ની તકતીઓમાં રામાયણના શ્લોક નું કોતરકામ સહિત તમામ શ્લોકોનું વર્ણન પણ હિન્દી તેમજ અંગ્રેજીમાં ભાષામાં કોતર કામ કરીને કરવામાં આવ્યું છે પિત્તળ તકતીઓને વાત કરવામાં આવે તો તકતીઓની સાઈઝ 43.54 ઇચ અને 6 એમ એમ જાડી તેમજ બીજી તખ્તી 15.36 ઇંચ બાય 6 એમ એમ જાડી એવી રીતે કુલ 8 તખ્તી બનાવવામાં આવી છે. પિત્તળની તકતીઓમાં ખાસ કરીને રામાયણ ગ્રંથના શ્લોકોનો કોતર કામ કરવામાં આવ્યું છે જે પ્રકારે પહેલાના જમાનામાં પથ્થર પર કોતર કામ કરીને તમામ ગ્રંથોનો કાવ્યનો લખાણ કરવામાં આવતું હતું ત્યારે તે સંસ્કૃતિને ધ્યાનમાં રાખી અને સંસ્કૃતિની પરંપરા જળવાય તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કહેવા મુજબ અર્થ આધુનિક ટેક્નિકનો ઉપયોગ કરે બ્રાસ ઉપર રામાયણ ગ્રંથ જેવા વૈદિક ગ્રંથોનો શ્લોકનું કોતર કામ કરી તૈયાર કરવામાં આવ્યું છે અયોધ્યા મંદિર ખાતે આ તકતીઓને શુભ મુહૂર્તમાં લગાવવામાં આવશે સાથે જ અયોધ્યા દર્શન આવનાર યુવા પેઢીને પણ રામાયણ ગ્રંથની તકતીઓમાં લખેલા શ્લોકનું વર્ણન યુવા પેઢીમાં સારો સંદેશ આપશે
વિજય ચૌહાણ, વડોદરા
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં