- ધોરાજીના વોર્ડ નંબર 6માં ઘણા સમયથી દૂષિત પાણીની રાવ
રાજકોટ, તા.૧
રાજકોટમાં આવેલા ધોરાજી શહેરના વોર્ડ નંબર 6 ની અંદર માં છેલ્લા ઘણા સમયથી નગરપાલિકા દ્વારા જે પાણીનું વિતરણ કરવામાં આવે છે તે પાણી અત્યંત દુષિત અને દુર્ગંધ મારતુ પાણી વિતરણ થતાં આજે પણ ફરી એકવાર ધોરાજીના વોર્ડ નંબર 6 વિસ્તારમાં નગરપાલિકા દ્વારા જે પીવાનું પાણી વિતરણ કરવામાં આવે છે તે દૂષિત અને દુર્ગંધ મારતું પાણી વિતરણ કરી દેવામાં આવતા મહિલાઓમાં વારંવાર રોષ જોવા મળી રહ્યો છે મહિલાઓનું કેવું છે કે છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારની અંદરમાં દૂષિત પાણી વિતરણની સમસ્યા છે અનેક વખત ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ અધિકારીઓ દ્વારા આ બાબતે કોઈપણ જાતના નકર પગલાં લેવામાં આવતા નથી જેને કારણે લોકો દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે વોટ નંબર 6 ની મહિલાઓનો આક્ષેપ છે કે ધોરાજી નગરપાલિકા દ્વારા જે પાણી વિતરણની પાઇપલાઇન છે તે પાઇપલાઇન ની અંદર માં ભૂગર્ભ ગટરના ગંદા પાણી ભળી જવાની સમસ્યા ઘણા સમયથી વિકટ બની ચૂકી છે એક તરફ ધોરાજી શહેરની અંદરમાં નગરપાલિકા દ્વારા ચારથી પાંચ દિવસે પીવાનું પાણી વિતરણ કરવામાં આવેછે અને તે પણ અત્યંત દૂષિત અને દુર્ગંધ મારતું પાણી વિતરણ કરવામાં આવે છે મહિલાઓનું કહેવું છે કે પાણી એટલી હદે દુષિત હોય છે કે પાણીની દુર્ગંધથી લોકો ત્રાહિતમામ પોકારી ઉઠ્યા છે પાણીમાં ફીણ પણ વરી રહ્યા છે અને નગરપાલિકાના અધિકારીઓને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં અધિકારીઓના પેટનું પાણી હલતું નથી આ દૂષિત પાણી પીવાના કારણે આ વિસ્તારના લોકોને ચામડીના અને વાળના તથા પેટના દુખાવાના રોગો પણ થઈ ગયા છે.
વિપુલ ધામેચા, ધોરાજી
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં