છોટાઉદેપુર ડિવિઝનમાં આવેલા વિવિધ જળપ્લાવિત વિસ્તારોમાં પક્ષી ગણતરીનો આરંભ કરાયો છે. જેમાં જળ વિસ્તારના પક્ષીઓની ગણતરી કરવામાં આવી રહી છે. જેની માહિતી દિવ્યાંગ ન્યુઝ છોટા ઉદેપુર ની ટીમને મળતા આ આલ્હાદક દ્રશ્યોનો નજારો દિવ્યાંગ ન્યુઝ ના દર્શકો ને પીરસવા માટે છોટાઉદેપુર તાલુકાના ગોંદરીયા તળાવ ઉપર પહોંચી હતી.
વન વિભાગ દ્વારા આવી કામગીરી પણ કરવામાં આવતી હોવાની જાણ જૂજ લોકોને હશે અને કદાચ હશે તો પણ આ કામગીરી કેવી રીતે કરવામાં આવે છે. તેથી પણ કદાચ અજાણ હોઈ શકે. ત્યારે સ્વભાવિક એ પ્રશ્નો ઊઠે કે આ કામગીરી કેવી રીતે કરવામાં આવે છે..?
જે સમગ્ર કામગીરી બાબતે દિવ્યાંગ ન્યુઝ છોટાઉદેપુર ની ટીમ દ્વારા માહિતી એકત્રિત કરી દર્શકોને પીરસવાનું બીડું ઝડપ્યું હતું. પક્ષી ગણતરી માટે જંગલખાતાના કર્મચારીઓ ડિજિટલ કેમેરા તેમજ દૂરબીન જેવા સાધનોનો ઉપયોગ કરે છે. જે પક્ષીઓ દેખાય તેના નામ લખી લેવાના હોય છે.જે બાદ એ પક્ષીઓ જેટલા દેખાય એ પ્રમાણે ઉમેરતા જવાનું હોય છે.
મળતી માહિતી મુજબ 42 જેટલી જાતિઓ આ ગણતરી દરમિયાન જોવા મળી આવે છે. જેમાંથી 15 જેટલી જાતિઓ માઈગ્રેટ થઈ છોટાઉદેપુર ડિવિઝન વિસ્તારમાં આવતી હોય છે.છોટાઉદેપુર ડિવિઝન માં આવેલ સુખી ડેમ, ગોંદરીયા, લઢોદ,નાની ઝેર તળાવ, જામલી ડેમ, હાફેશ્વર નર્મદા , તુરખેડા, લિંડા તળાવ, તળાવ, બહાદરપુરના સંત તળાવમાં ઉપરાંત આનંદપુરા અને અલ્હાદપુરા સહિત ૨૨ જેટલાં જળપ્લાવિત વિસ્તારોમાં પક્ષીઓની ગણતરી કરવામાં આવી રહી છે.
તોફીક શેખ, છોટાઉદેપુર
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે. અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં અમારી વેબસાઇટ “divyangnewschannel.com” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.