અરવલ્લીના મોડાસા ખાતે વધુ એક છેતરપીંડીની ઘટના સામે આવી છે નોકરીની લાલચ આપી 40 લાખની છેતરપીંડી કર્યા હોવાનું બહાર આવ્યું છે મોડાસા ખાતે પીબી સુપેર માર્કેટ ખાતે આવેલ અમી ઇન્ટરનેશનલ કન્સલ્ટન્સીના સંચાલક અને એજન્ટે ધનસુરાના શીકા ગામ ખાતે પરિવારના ૫ સભ્યોને વિદેશમાં નોકરી આપવાની લાલચ આપી છેતરપીંડી આચરી હતી
પરિવારના ૫ સભ્યોને યુ.કે માં હેલ્થ વર્કર તરીકેની નોકરી અપાવવાનું કહ્યું હતું અને તેમની પાસેથી ૪૦ લાખ જેટલા પૈસે લીધા હતા પરંતુ જયારે તેઓ નોકરી માટે યુ.કે ગયા હતા ત્યારે તેમણે કોઈ પણ પ્રકારની નોકરી નહી મળતા તેઓ પાછા ફર્યા હતા
સમગ્ર ઘટનાની વાત કરીએ તો અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરના કોલેજ રોડ પરની પીબી સુપર માર્કેટમાં આવેલી અમી ઇન્ટરનેશનલ કન્સલ્ટન્સીના સંચાલક અને એજન્ટે ધનસુરાના શીકા ગામના પરિવારના 5 સભ્યોને યુકેની એસ કે કેર કંપની માં હેલ્થ વર્કર તરીકે નોકરી અપાવવાની લાલચ આપી 40 લાખ રૂપિયા પડાવી લીધા હતા,મહિલા,તેણીના પતિ બે દીકરીઓ સહિત 5 સભ્યો યુકે ગયા પરંતુ યુ કે ની એસ કે કેર કંપની માં હેલ્થ વર્કર તરીકેની નોકરી ન મળતા પરિવાર ધોયા મોઢે વતન શિકા પરત ફર્યા હતા,
ભોગ બનનાર ફરિયાદી માહિલાએ રૂપિયા પરત લેવા પ્રયાસ કર્યા બાદ પણ,રકમ પરત ન મળતા મોડાસા ટાઉન પોલીસ મથકે છેતરપીંડી આચરનાર અમી ઇન્ટરનેશનલ કન્સલ્ટન્સીના સંચાલક અનીસભાઈ યુસુફભાઇ પટેલ,યાશરભાઈ યુસુફભાઇ પટેલ અને આરીફભાઇ ભાયલા વિરુદ્ધ, અરુણાબેન ધવલભાઈ ચૌધરી એ ફરિયાદ ,પોલીસે ગુનો રજીસ્ટર કરી આરોપીઓને દબોચી લેવા તજવીજ હાથ ધરી હતી
જયદીપ ભાટીયા, અરવલ્લી
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે. અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં અમારી વેબસાઇટ “divyangnewschannel.com” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.