સુરતમાં કૂતરાઓનું આતંક ચરમ પર પહોચ્યું છે સુરતના દરેક વિસ્તારમાંથી કુતરાઓ દ્વારા બાળકોને કરડવાની ઘટના સામે આવી રહી છે પરંતુ એવું લાગી રહ્યું છે કે સુરત પલોકાનું તંત્ર ઘોર નિંદ્રા માં છે કુતરાઓની આતંકની આટલી બધી ઘટના આવ્યા છતાપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારનું એકસન લેવામાં આવી રહ્યું નથી ત્યારે વધુ એક ઘટના સુરત શહેરના નાનપુરા વિસ્તારમાંથી સામે આવી છે
સુરતમાં પાલિકાની કામગીરી સામે સતત સવાલ ઉઠે તે મુદ્દો શ્વાનનો છે.છતાં મહાનગરપાલિકા તંત્ર આ મુદ્દે કોઈ કામ ન કરતી હોય તે રીતે રખડતાં શ્વાન એક પછી એક બાળકોને પોતાના શિકાર બનાવતા હોય તે રીતે બચકાં ભરી રહ્યાં છે. ત્યારે આ વખતે નાનપુરામાં વિદ્યાર્થી પર શ્વાને હુમલો કરતાં બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયું છે.
નાનપુરા વિસ્તારમાં આવેલા ઇસ્લામપુરા ઉમરવાડા ખાતે રહેતા વિદ્યાર્થીને શ્વાને બચકાં ભર્યા હતાં.હસનેન હુસૈનને શ્વાને કરડતા ઇજા પહોંચી હતી. વિદ્યાર્થીને બચકા ભર્યા હતાં. જેથી આસપાસથી દોડી આવેલા લોકોએ શ્વાનના કબ્જેમાંથી બાળકને મુક્તિ અપાવી હતી.શ્વાનના હુમલાથી વિદ્યાર્થીને ઈજા પહોંચી હતી. પગની પીંડી સહિતના ભાગે શ્વાને બચકાં ભર્યાં હતાં.જેથી વિદ્યાર્થીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.જ્યાં તેને સારવાર આપવામાં આવી હતી. ફરીથી પાલિકાની શ્વાનને લઈને થતી કામગીરી પર સવાલો ઉભા કરવામાં આવ્યાં હતાં.