સુરત જિલ્લા ના ગ્રામ્ય વિસ્તારો ની પંચાયતો માં ઈન્ટરનેટ કનેક્ટિવિટી ખોરવાય… પંચાયત તેમજ કચોરીઓમાં ઇન્ટરનેટ નહીં ચાલતા રેવન્યુ ને લગતા તેમાં દસ્તાવેજી કામો અઠવાડા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. દક્ષિણ ગુજરાતમાં અને તેમાં પણ સુરત જીલ્લો મહત્તમ ખેતીવાડી ઉપર નિર્ભર છે ત્યારે સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારમાં આવેલ ગ્રામ પંચાયત તેમજ તાલુકા મથકની કચેરીઓમાં હાલ ઇન્ટરનેટ સુવિધા ખોરવાય છે. એક સપ્તાહ થી તમામ ઇ-ધરા કેન્દ્રમાં કનેક્ટિવિટી ન મળવાને ખેડૂતો ને મુશ્કેલી માં મુકાયા છે. ખેડૂતો ના જમીન ની 7/12, 8અ, ગામ નમૂના નં. 6ની નોંધ વિગેરે કાઢવાની કામગીરી ઠપ થઈ ગઈ છે. ખેતી ની જમીન ખરીદ વેંચાણના દસ્તાવેજની નોંધણી પણ અટકી પડી છે.
સુરત જિલ્લા ની વાત કરી એ તો જિલ્લા માં બારડોલી તેમજ પલસાણા તાલુકા ના ગામો માં એન આર આઈ ઓ ની સંખ્યા પણ વધુ છે. હાલ એન આર આઈ ઓ પકન માદરે વતન આવ્યાં છે.અનેવર્ષ,બે વર્ષે માંડ વતન આવતા હોય છે.જેથી વતન માં આવે ત્યારે પોતાની ખેતી ની જમીન ને લગતાં કામો , દસ્તાવેજો , જમીન ની નકલો ની જરૂર પડે છે. પરંતુ ઈન્ટરનેટ સેવા ખોરવાતા ઇ ધરા કેન્દ્રો પર આ કામગીરી અટકી પડતા મુશ્કેલી ઉભી થઇ છે.
સુરત જિલ્લા માં પહેલા તાલુકા કચેરી એ આ તમામ નકલો નીકળતી હતી. આ નકલો બંધ થતાં આજે પલસાણા ના એના ગામ ના ખેડૂતો પણ પલસાણા મામલતદાર કચેરી પોહચ્યા હતા. અને જ્યાં વહેલી તકે સુવિધા ઉભી કરવા ખેડૂતો એ અધિકારીઓ ને રજૂઆતો કરી હતી.દિવસો થી કામગીરી બંધ છે.છતાં તંત્રના પેટ નું પાણી હાલતું નથી. સત્વરે તમામ ઇ-ધરા કેન્દ્રમાં બંધ થયેલ ઇન્ટરનેટ કનેક્ટિવિટી મળે તેવી લોક માંગ ઉઠી છે.
રમેશ ખંભાતી, પલસાણા
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં