ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અવર નવાર ભારતીઓ ભર પાડવામાં આવતી હોય છે ત્યારે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4304 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.જેમાં જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક, બિન સચિવાલય ક્લાર્ક સહિત અંદાજે 22 કેડર માટે ભારતીઓ જાહેર કરવામાં આવી છે
ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા સિનિયર ક્લાર્ક,જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ અને અન્ય ભરતી માટે ગ્રુપ A અને B ની જગ્યાઓ બહાર પાડવામાં આવી છે અને ઈચ્છુક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મગાવવામાં આવી છે ૨૦ થી ૩૫ સુધીની ઉમર ધરાવતા ઉમેદવારો આ ભરતીનો ફોર્મ ૪ જાન્યુઆરી થી ૩૧ જાન્યુઆરી સુધી ઓનલાઈન ભરી શકશે અને આ ભારીની સતાવાર જાહેરાત web સાઈટ પર મુકવામાં આવી છે
ઉમેદવારોએ કોઇપણ એક વર્ગની પસંદગી કરવી પડશે જેમાં બિન અનામતના ઉમેદવારો માટે પરીક્ષા ફી 500 રૂપિયા જયારે અન્ય ઉમેદવારો માટે આ પરીક્ષા ફી ૪૦૦ રૂપિયા રાખવામાં આવી છે પરીક્ષા ફી માત્ર ઓનલાઈન જ સ્વીકારવામાં આવશે
આ ભરતીમાં ગ્રુપની અલગ અલગ યાદી બનાવામાં આવી છે જેમાં A અને B યાદી બનાવમાં આવી છે CBRT પદ્ધતિથી ગ્રુપ A અને B માટે પ્રિલીમ પરીક્ષા લેવામાં આવશે ઉમેદવારને કેટેગરીવાઈઝ કરવામાં આવશે અને પછી કેટેગરીવાઈઝ કરેલા ઉમેદવારો માંથી 7 ગણા મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે. જેમાં જનરલ કેટેગરીના ઉમેદવારો માટે રૂ.500ની પરીક્ષા ફી રાખવામાં આવી છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં