- ધોરાજીના ખેડૂતો માટે એક સાંધે ત્યા તેર તુટે તેવી સ્થિતિ
- ખેડૂતોને નબળી ગુણવત્તાવાળું અપાતા બિયારણથી ચિંતા
રાજકોટ જીલ્લામાં આવેલા ધોરાજીના ખેડૂતો એક સાંધે ત્યારે તેર તુટે એવી સ્થિતિ નું નિર્માણ થયું છે ક્યારેક ભારે વરસાદ તો ક્યારેક માવઠા તો ક્યારેક વાવઝોડા જેવી આકાશી આફત ને કારણે ખેડૂતો આર્થિક નુકસાન ભોગવતા હોઈ છે ત્યારે ગત વર્ષ પણ માવઠા અને અતિવૃષ્ટિ જેવા અનેક આફતો નું સામનો કરી ચૂકેલા ખેડૂતો ને હવે વધુ એક માર સહન કરવાનો વારો આવ્યો છે ધોરાજી ના ખેડૂતો એ ધોરાજી તાલુકા ખરીદ વેચાણ સંઘમાંથી ઘઉં નું બિયારણ ખરીદયું અને ખેડૂતોને આશા હતી કે ઘઉં નું વાવેતર અને સારું ઉત્પાદન મળશે પરંતુ નબળી ગુણવત્તા વારા બિયારણ ને કારણે ખેડૂતોની આ આશા પર પાણી ફરી વળ્યુ છે ખેડૂતો નું કહેવું છે કે ખેડૂતો એ સર્ટિફાઇડ બિયારણ મેળવવા માટે ધોરાજી ના તાલુકા ખરીદ વેચાણ સંઘ માંથી બિયારણ ખરીદયું અને ત્યાં એક મણ બિયારણ ના 720 રૂપિયા ની ચૂકવણી કરી અને ગુજરાત બીજ નિગમ નું બિયારણ લઈ અને ખેતર ના ખેડ્ડ કરી અને વાવેતર કર્યું અને જંતુનાશક દવા નો છંટકાવ કરી અને મજૂરી ખર્ચ સહિત એક વીઘા માં 4 થી 5 હજાર નો ખર્ચ કર્યો પરંતુ બિયારણ નબળી ગુણવત્તા નું આવી જતા હવે ઉગાવો પૂરો થતો નથી માત્ર 25 થી 30 ટકા જેટલું ઉગાવો થયો છે આ બ્બત ની ખરીદ વેચાણ સંઘ ની ઓફિસ એ પણ અને ખેતીવાડી અધિકારી ને પણ ફરિયાદ કરી પરંતુ અધિકારીઓ આવી અને આશ્વાશન આપી ને જતા રહ્યા છે હવે જો વાવેતર ને કાઢી નાખવામાં આવે તો નવા વાવેતર નો સમય નથી રહ્યો આમ ખેડૂતો ને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે
આ સમાચારનો વધુ અહેવાલ વિડિયોમાં જોશો
વિપુલ ધામેચા, ધોરાજી
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં