- અરવલ્લીના ગામોમાં ખેડૂતોના પાક પર ભૂંડનો ત્રાસ વધ્યો
- રાજપુર ગામે જંગલી ભૂંડે હાહાકાર મચાવ્યો છે
- ખેતરને બચાવા સાડીની વાડ કરી ખેતીને બચાવાનો પ્રયત્ન કરાયો
અરવલ્લીના ગામોમાં ખેડૂતોના પાક પર ભૂંડનો ત્રાસ વધ્યો છે. મેઘરજ નજીકના રાજપુર ગામે જંગલી ભૂંડે હાહાકાર મચાવ્યો છે. ખેડૂતોના ઊભા મકાઈ જેવા પાકને વેરવિખેર કરી નાંખ્યો છે. રાજપુર ગામના ખેડૂતના ખેતરમાં ભૂંડે એવો આતંક મચાવ્યો હતો કે,જમીનમાં વાવેલો મકાઈ,ઘઊનો પાક વેર-વિખેર કરી નાંખ્યો છે. ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.ત્યારે ખેતીને બચાવા માટે ખેડુતોએ પોતાના ખેતરની ફરતે સાડી થી બોર્ડર કરી પાકને બચાવાનો પ્રયાસ કર્યો છે ત્યારે ખેડુતોએ સરકાર ધ્વારા મળતી તાર ફેન્સીંગ યોજના થકી સહાય મહે તેવી માંગ કરીરહ્યા છે
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં