- અમરેલીની સૌથી મોટી શેત્રુંજી નદીમાં મોટા પાયે રેતી ખનન કૌભાંડ
- ખાણ ખનીજ વિભાગે દરોડા પાડી 5 ટેકટર એક ડમ્પર ઝડપી પાડ્યુ
અમરેલી જિલ્લામાં રેતી ખનન કરનાર તત્વો સામે ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યું છે, કલેક્ટર અમરેલીઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ભુસ્તરશાસ્ત્રી તથા તપાસ ટીમ ખનીજ ચોરી પર અંકુશ લાવવા દિવસ તથા રાત્રી દરમ્યાન બિન અધિકૃત ખનન અને વહનની પ્રવૃતિને ડામવા સધન ચેકિંગની કામગીરી કરતા રેતી માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે અમરેલી જિલ્લાની સૌથી મોટી શેત્રુંજી નદીમા ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, ગોખરવાળા નજીક શેત્રુંજી નદીમા ખાણ ખનીજ વિભાગના અધિકારી સુમિત ચૌહાણ તેમની ટીમ મોડી રાતે ખાબકી હતી. અને 5 ટેકટર એક ડમ્પરને શેત્રુંજી નદી પટમાંથી ઝડપી પાડ્યા હતા. અંદાજિત ચાલીસ લાખનો મુદ્દા માલ ખાણ ખનીજ વિભાગે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. થોડા દિવસ પહેલા ચાવંડ લીલીયા સાવરકુંડલા વિસ્તારમાં ગેર કાયદેસર માટી અને રેતી ચોરી કરનાર સામે કાર્યવાહી હાથ ધરી હતી ફરી શેત્રુંજી નદીમાં વાહનોને ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવતા ભૂમાફિયાઓમા ફફડાટ ફેલાયો છે અમરેલી જિલ્લામાં ખાણ ખનિજ વિભાગ દ્વારા લાલ આંખ કરવા છતાં ભૂ માફીયાઓ ખુલ્લે આમ રેતી ચોરી કરી રહ્યા છે તો ભૂ-માફીયાઓ ને કોઈનો ડર જ નથી રહ્યો કે શું તો આ ભૂ માફિયાઓને કોણ છાવરી રહ્યું છે શું આ રેતી ચોરી બંધ રહેશે કે ચાલુ રહેશે તે હવે આવનારો સમય જ બતાવશે.
ભરત ગોંડલીયા, અમરેલી
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં