- બાંધકામ સાઈડ ઉપર શ્રમજીવીઓના મોબાઈલ ચોરતી ગેંગ ઝડપાઈ
- જોલવાથી ત્રણ આરોપીની ₹ 3.04 લાખનાં મુદ્દામાલ સાથે અટકાયત
- છેલ્લા છ મહિનામાં ચોરીના દશ ગુન્હા આચર્યા હોવાની કબૂલાત
સુરત જીલ્લામાં આવેલા પલસાણા પોલીસ મથકનો સ્ટાફ તારીખ બે નાં રોજ નાઈટ પેટ્રોલીંગમાં હતો દરમ્યાન હેડ કોન્સ્ટેબલ મેરૂભાઈ રમેશભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ નિલેશભાઈ જગદીશભાઈ ને સંયુક્ત બાતમી મળી હતી કે નવા બનતા બાંધકામની સાઈડ ઉપર મજૂરી કામ કરતા શ્રમજીવીઓ પોતાની ઝૂંપડીમાં મીઠી નિંદર મળતા હોય ત્યારે ધારદાર હથિયાર સાથે જઈ મોબાઈલ ફોનની ચોરી કરતા હતા તેવા ઘરફોડ ચોર રિક્ષામાં બેસી કોરી કરેલા મોબાઈલ વેચવા કડોદરા થી બારડોલી તરફ જઈ રહ્યો છે તેવી ચોક્કસ બાતમી આધારે જોળવાં પાસે વોચ રાખતા બાતમી વાળી ઓટો રિક્ષા નંબર GJ 05 XX 2473 આવી ચઢતા ત્રણેય ઈસમોને ઝડપી તપાસ કરતા તેઓ પાસેથી ચોરીના વિવિધ કંપનીના 20 મોબાઈલ જેની કીમત રૂપિયા બે લાખ 54 હજાર એક રિક્ષા અને ધારદાર ચપ્પુ મળી કુલ્લે રૂપિયા ત્રણ લાખ 04 હજારનો મુદ્દામાલ સાથે કડોદરા મોદી હોસ્પીટલ પાછળ આવેલા હળપતિ વાસમાં રહેતા 19 વર્ષીય સમિરઅલી આરીફઅલી સૈયદ રીક્ષા ચાલક, 20 વર્ષીય રોહન રાજુભાઈ રાઠોડ, અને 22 વર્ષીય યુવરાજ ઉર્ફે કાલું મોતીલાલ પવારની અટક કરી હતી અને આ પકડાયેલા તમામ આરોપીઓ પલસાણા પોલીસમાં ત્રણ ગુન્હા નવસારી રૂરલ પોલીસ મથકે એક ગુન્હો નોંધાયો છે તેમજ છેલ્લા છ મહિનામાં ચોરીના દશ ગુન્હા કર્યા હોવાની કબૂલાત કરવા ઉપરાંત રોહન રાઠોડ છેલ્લા ચાર મહિનાથી સચિન પોલીસ મથકમાં રાયોટિંગ નાં ગુન્હામાં નાસતો ફરતો છે જે તમામની અટક કરી કાર્યવાહી હાથધરી છે
રમેશ ખંભાતી, પલસાણા
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં