- સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજીએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર
- લગ્ન માટે ભાગી જતા છોકરા – છોકરીઓ મુદ્દે ઉઠાવ્યો સવાલ
- પ્રેમ લગ્નમાં મા-બાપની સમ્મતિ બાબતે કેમ કાયદો બનાવતો નથી ?
ગાંધીનગર ગિફ્ટ સિટિમા દારુની છુટ આપવાનો મુદ્દો ચર્ચામાં રહ્યો છે ત્યારે સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજીએ મુખ્યમંત્રીને પત્ર લખીને ઘણા સમયથી ગુજરાતમાં સળગતો પ્રશ્ન છોકરા-છોકરીઓ ભાગી જઈ પ્રેમ લગ્ન કરે તો તેમા મા-બાપની સમ્મતિ કેમ લેવામા નથી આવતી? તે કાયદો કેમ બનાવવામાં નથી આવતો ? તેને લઈને સવાલ ઉઠાવ્યો છે. પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે સીએમ ભૂપેન્દ્ર પટેલને લખેલા પત્રમાં જણાવ્યું કે, ગુજરાત સરકારમા અનેક પ્રકારના કાયદાઓ બને છે, તેમાં ગાંધીજી અને સરદારના ગુજરાતમાં દારુબંધિ અમલી છે. તેની વચ્ચે ગીફ્ટ સિટીમાં દારુની છુટી આપવામાં આવેલ છે. ગાંધી – સરદાર અને સમગ્ર ભારતમાં દારુબંધી માટે ગુજરાત ગાંધીજીના નામથી ઓળખાય છે. તેમાં 30 વર્ષથી ગાંધીજી અને સરદાર પટેલના નામે રાજનીતી ચાલે છે તો મતો લેવાના અને દારૂ વેચાણની ગાંધીનગરમા, ગીફ્ટસીટીમાં મંજુરી આપવામાં આવે છે. ગુજરાતનું પાટનગર કહેવાતા ગાંધીનગરમાં કેમ દારુની છુટ્ટી આપવામાં આવે છે ? તે કેટલા અંશે વ્યાજબી ગણાય..? આ બાબતે અમોએ ઘણા સમયથી ગુજરાત સરકારમાં પત્રોથી રજુઆતો કરેલી છે. વિધાનસભામાં પણ રજુઆત કરવામાં આવેલ હતી. તેમ છતા માતા-પિતાની સંમતી વગર કોર્ટ મેરેજ કાયદો કેમ બનાવવામાં આવતો નથી ?
જયેશ મકવાણા, પાટણ
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં