Paris’s Waiters Battle: શું તમે ક્યારેય કાફે અથવા રેસ્ટોરન્ટમાં સર્વિસ સ્લો વિશે ફરિયાદ કરી છે? હોય શકે કે તમારો વેઈટર તમને લાગે તે કરતાં ઝડપથી તમારા ટેબલ પર પહોંચવામાં સક્ષમ હોય. ગયા રવિવારે, પેરિસના લગભગ 200 વેઇટર્સે પરંપરાગત એપ્રન અને સફેદ શર્ટ પહેરેલા “કોર્સ ડેસ કાફેસ” (કાફે રેસ) નામની રેસમાં ભાગ લીધો હતો.
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે “Cours des Cafés” (Cafe Race) પહેલા બંધ હતી, જે ફરી શરૂ કરવામાં આવી છે. રેસમાં ભાગ લેનાર વેઇટર્સે તેમના હાથમાં એક રાઉન્ડ ટ્રે પકડી હતી, જેના પર એક ક્રોસન્ટ, કોફી અને પાણીનો ગ્લાસ મૂકવામાં આવ્યો હતો.આ પરંપરાગત ફ્રેન્ચ નાસ્તા સાથે તેઓ સિટી હોલની આસપાસના ઐતિહાસિક મેર જિલ્લાની શેરીઓમાંથી લગભગ 2 કિલોમીટર (1.24 માઇલ)નું અંતર કાપવા માટે ઝડપી ગતિએ રવાના થયા.
ટ્રે ફક્ત એક જ હાથમાં પકડી રાખવાની હતી, દોડવાનું ન હતું અને નાસ્તાનો એક ટુકડો પણ પાંડવો ન હતો. આ રેસમાં ફુલ ટાઈમ, ટ્રેઇની અને પાર્ટ ટાઈમ વેઈટર્સ બધા ભાગ લઈ શકતા હતા. ફિનિશિંગ લાઇન પર ન્યાયાધીશોએ ટ્રે ને જોઈ તપસીને ચાલસક્યુ કે શું કશું પડી તો નહિ ગયું ને.
આ રેસમાં પુરસ્કાર તરીકે, સમગ્ર શહેરમાં સૌથી ઝડપી વેઈટર તરીકેનું સન્માન, એક મેડલ અને આલીશાન હોટેલમાં રાત્રિ રોકાણની સુવિધા મળી. સેમી લેમરોસે 13 મિનિટ 30 સેકન્ડના સમય સાથે પુરૂષોની રેસ જીતી હતી અને પૌલિન વેન વિમર્શ 14 મિનિટ 12 સેકન્ડના સમય સાથે સૌથી ઝડપી વેઇટ્રેસ રહી હતી.
આ રેસ સૌપ્રથમ 1914 માં યોજાઈ હતી અને “લા કોર્સ ડી ગેરસન ડી કાફે” તરીકે જાણીતી હતી. તે સમયે “ગારસન” શબ્દનો ઉપયોગ ફક્ત પુરુષ વેઇટર્સ માટે જ થતો હતો. આ રેસમાં ભાગ લેનાર વેઈટર્સે એક ટ્રે પર બોટલ અને ત્રણ ગ્લાસ લઈને 8 કિલોમીટરનું અંતર કાપવું પડ્યું હતું.