- બઝ્મે ગુલિસ્તાન એ રીફાઇએ માનવતા મહેકાવી
- બઝ્મે ગુલિસ્તાન એ રીફાઇ દ્વારા ઈજતેમાઈ નિકાહનું કરાયું આયોજન
- 21 મુસ્લિમ યુવક યુવતીઓના નિકાહ સાદગી સાથે કરવામાં આવ્યા
- ધર્મગુરુ ફયાઝ બાબા રીફાઇની અધ્યક્ષતામાં યોજાયો ઈજતેમાઈ નિકાહ
સુરત શહેરમાં આવેલી સંસ્થા બઝ્મે ગુલિસ્તાન એ રીફાઇ દ્વારા ૧૭માં ઇજતેમાઈ નિકાહ એટલે સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૧ મુસ્લિમ ગરીબ યુવક યુવતીઓના નિકાહ સાદગી સાથે અને રીતીરીવાજ પ્રમાણે કરાવી માનવતા મહેકવામાં આવી હતી
સુરત એ દાનવીર કરણની ભૂમિ તરીકે જાણીતું શહેર છે જ્યાં અનેક પ્રકારે ગરીબ અને મધ્યમ વર્ગી લોકો માટે દાતાઓ દ્વરા અનેક સેવાકીય કર્યો કરવામાં આવતા હોય છે. અને જેમાં અતિ મહત્વું કહેવાતું દાન એટલે કન્યા દાન. જ્યાં સુરતમાં ગરીબ અને જરૂરિયાતમંદો માટે વર્ષોથી સેવા કરતા ધર્મ ગુરુ ફયાઝ બાબા રીફાઇ અને એમની સંસ્થા બઝ્મે ગુલિસ્તાન એ રીફાઇ દ્વારા સુરતમાં આવેલ પાંચ પીર દરગાહ એટલે ખાન કાએ રીફાઇયા ફૂલવાડી દ્વારા ૨૧ ગરીબ દીકરીઓના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. અને જેમાં એક દીકરીને પોતાનું ઘર ચલાવા માટે જેટલી વસ્તુની જરૂર પડે તેવી દરેક ઘરવખરીની વસ્તુઓ બઝ્મે ગુલિસ્તાન એ રીફાઇ દ્વારા આપવામાં આવી હતી. જ્યાં પીરે તરીકત ફયાઝબાબા રીફાઇની ઉપસ્તિથ સાથે અનેક સૈયદ સાદાતો હાજર રહી દરેક દીકરીઓના આવનાર ભવિષ્ય માટે દુવાઓ કરી હતી.
સામાન્ય રીતે લગ્નમાં વિવિધ ખર્ચઓ અમુક કુરિવાજોને લીધે કરવામાં આવતા હોય છે, જેના પાછળ લાખો રૂપીયા ખર્ચાઈ જવાની આશંકા રહેતી હોય છે. ત્યારે આજના સમયમાં, એકતા અને પરસ્પર પ્રેમના પ્રતિક સમાન ઈજતેમાઈ નિકાહનું વિશેષ આયોજન કરાતા સમગ્ર દેશવાસીઓમાં માનવતા અને પ્રેમનો સંદેશો પહોચ્યો હતો, અને બઝ્મે ગુલિસ્તાન એ રીફાઇ અને ફયાઝ બાબા રીફાઇ જેવું આયોજન અન્ય સમાજ પણ અપનાવે તે આજના સમયની માંગ છે
સરફરાઝ શેખ સાથે મયુર ટેલર
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં