- અમદાવાદ પોલીસ કર્મચારીઓને નવા વર્ષની ભેટ
- ગુજરાત પોલીસ સ્ટોરની ફરી એક વખત શરૂઆત
- 10થી 40% સુધીના ડિસ્કાઉન્ટ પર જીવનજરૂરી વસ્તુઓ મળશે
અમદાવાદ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ કર્મચારીઓ માટે ખાસ સ્ટોરનો શહેર પોલીસ કમિશનરે શુભારંભ કરાવ્યો હતો.શહેર પોલીસને મોંઘવારીમાં રાહત મળે તે હેતુથી આ પ્રયાસ કરાયો છે. અમદાવાદ શહેર પોલીસ કર્મચારી અને શાહીબાગ હેડ ક્વાર્ટરમાં રહેતા પોલીસ કર્મી અને તેમના પરિવાર માટે રાહત દરે વિવિધ પ્રકારની સાધન સામગ્રી ખરીદવાનો વિકલ્પ ફરી એકવાર મળી રહેશે. મતલબ કે પોલીસને પણ હવે આર્મી કેન્ટોનમેન્ટની જેમ ખરીદી માટે હેડ ક્વાર્ટરમાં વિકલ્પ મળશે. અમદાવાદમાં શાહીબાગ હેડ ક્વાર્ટર ખાતે ગુજરાત પોલીસ સ્ટોરની ફરી એક વખત શરૂઆત કરવામાં આવી છે. વર્ષ 2017માં શરૂ કરવામાં આવેલ આ કેન્ટીન કોરોનાકાળ દરમિયાન બંધ કરવાની ફરજ પડી હતી. જોકે આ બાબત ધ્યાનમાં આવતા પોલીસ કમિશનરે પોલીસ પરિવારને સસ્તા ભાવે જીવનજરૂરી ચીજવસ્તુઓ મળી રહે તે હેતુથી પોલીસ કેન્ટીન ફરી શરૂ કરવા માટેની જાણ કરી હતી.
ચિરાગ પાટડિયા, અમદાવાદ
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં