જાપાનની કેટલીક દુર્લભ તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વાયરલ થઈ છે. આ તસવીરો પિલર લાઈટની છે. જે બાદ લોકો અનુમાન લગાવવા લાગ્યા કે આ લાઈટ કોઈ એલિયનની છે.
તાજેતરમાં જાપાનના એક નાના દરિયાકાંઠાના શહેરમાં જોવા મળેલી નવ રહસ્યમય પિલર લાઈટો જોઈને સ્થાનિક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. ઘણા યુઝર્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ પિલર લાઈટની તસવીરો શેર કરી રહ્યા છે. હિંટ-પોટ સાથેની વાતચીતમાં માશી નામની વ્યક્તિએ જણાવ્યું હતું કે જ્યારે મેં રાત્રે મારા ઘરની સામેના આકાશ તરફ જોયું તો મને આકાશમાં પ્રકાશની ગણી વેવ દેખાઈ હતી. માશીએ આ દ્રશ્ય કેપ્ચર કર્યું અને તેને X પર પણ શેર કર્યું. માશીની જેમ બીજા પણ ઘણા લોકો આ તસવીર જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા.
વાસ્તવમાં, આ ઘટના 11 મેના રોજ બની હતી જ્યારે જાપાનના ટોટોરી પ્રાંતની પાસે આકાશમાં એક રહસ્યમય પિલર લાઇટ જોવા મળી હતી. જેના કારણે સ્થાનિક લોકો અનુમાન લગાવવા લાગ્યા કે આકાશમાં દેખાતી આ રહસ્યમય લાઇટ વેવ એલિયન મૂળની હતી. હવે પ્રશ્ન એ થાય છે કે શું આ પ્રકાશ એલિયન મૂળનો હતો? શું તે એલિયન્સ હતા જેણે આ પ્રકાર ઉત્પન્ન કર્યો હતો? કે પછી મામલો કંઈક બીજો છે?
Light pillars are an atmospheric optical phenomenon in which vertical beams of light appear to extend above and/or below a light source. Sometimes they even appear as detached from the source.
These ones were spotted over Daisen, a coastal town in Japan. pic.twitter.com/Hyhbf0tte6
— Massimo (@Rainmaker1973) May 20, 2024
જાપાનમાં દેખાયેલ પિલર લાઇટનું સત્ય શું છે?
વાસ્તવમાં, આ રહસ્યમય પિલર લાઈટો કોઈ એલિયનની નથી.આ પ્રકાશ ઑફશોર ફિશિંગ જહાજોની લાઇટ્સનું પ્રતિબિંબ હતું જે વાદળોમાં પરિવર્તિત થયું હતું. આ ઘટના સ્થાનિક રીતે ઇસરીબી કોચુ તરીકે ઓળખાય છે. જો કે આ ઘટના વારંવાર બનતી નથી. આવી સ્થિતિમાં, જ્યારે પણ આવી ઘટના બને છે, તે ભાગ્યે જ બને છે.
આ પણ વાંચો : સ્મોકી પાન ખાતા છોકરીના પેટમાં થયું કાણું, જીવ જોખમમાં
મેટ્રો યુકેના રિપોર્ટ અનુસાર, ટોટોરીની રહેવાસી માર્સીનું કહેવું છે કે તે 10 વર્ષથી ત્યાં રહે છે, પરંતુ આ સમયગાળા દરમિયાન ઇસરીબી કોચુને માત્ર થોડી વાર જ જોયો છે.