જ્યારે બાળકો મોટાઓની દેખાદેખીમાં કોઈ વાતની જીદ કરે છે ત્યારે ઘણી વાર પરિણામ સારું નથી હોતું. આવામાં અમે તમને જે સમાચારો વિશે જણાવી રહ્યા છીએ તેમાંથી દરેક માતા-પિતાએ પાઠ શીખવાની જરૂર છે. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે દિનપ્રતિ દિન સ્મોકી પાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. આવા પાનમાં સોપારી, કેચુ, ગુલકંદ, મીઠી ચટણી અને ઈલાયચી જેવી વસ્તુઓ સિવાય લિક્વિડ નાઈટ્રોજનનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે તે પાનમાં ધુમાડો નીકળે છે. આ સ્મોકી પાન જીવલેણ બની શકે છે. આવી સ્થિતિમાં, જો કોઈ શોખના નામે સ્મોકી પાન ખાવા માંગે છે, તો કૃપા કરીને તે કરતા પહેલા કાળજીપૂર્વક વિચારો. કારણ કે કેટલાક કિસ્સાઓમાં શોખ માટે કરેલી વસ્તુ મોટી મુશ્કેલી લાવી શકે છે.
સ્મોકી પાન ખાવાથી પેટમાં કાણું
કર્ણાટકના બેંગલુરુમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં, 12 વર્ષની એક છોકરીને ‘ સ્મોકી પાન’ ખાવાથી તેના પેટમાં કાણું પડી જતાં તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ડોક્ટરોનું કહેવું છે કે બાળકીનો જીવ બચાવવા માટે આ સર્જરી ખૂબ જ જરૂરી હતી. પરિવાર સમયસર બાળકીને હોસ્પિટલ લઈ ગયો. આ પછી બાળકીનું નારાયણ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના જણાવ્યા અનુસાર, યુવતીએ બેંગલુરુમાં એક લગ્ન સમારોહમાં ‘ સ્મોકી પાન’ ખાધું હતું. જોકે, હોસ્પિટલ પ્રશાસને પીડિતાની ઓળખ જાહેર કરી નથી.
છોકરીનો જીવ કેવી રીતે બચ્યો?
હોસ્પિટલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે છોકરીના પેટમાં એક કાણું મળી આવ્યું હતું, જેથી આગળીની વધુ જટિલતાઓને રોકવા માટે તાત્કાલિક સર્જરીની જરૂર હતી. હોસ્પિટલે જણાવ્યું હતું કે દર્દીની ગંભીર સ્થિતિને જોતા તાત્કાલિક આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સર્જરી કરવામાં આવી હતી.
આ પણ વાંચો: ભારતમાં ઓમીક્રોનના સબ-વેરિઅન્ટ ‘FLiRT’ની એન્ટ્રી… ઘણા રાજ્યોમાં ફેલાયો, શું મુશ્કેલી વધારશે?
બે દિવસ ICU માં દાખલ
બાળકીનું ઓપરેશન કરનાર તબીબોની ટીમના વડા ડો.વિજય એચ.એસ. એ જણાવ્યું હતું કે સર્જરી ‘ઇન્ટ્રા-ઓપ ઓજીડી સ્કોપી’ પ્રક્રિયા દ્વારા કરવામાં આવી હતી. હોસ્પિટલે જણાવ્યું હતું કે સર્જરી બાદ બાળકીને બે દિવસ સુધી ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં રાખવામાં આવી હતી અને છ દિવસ બાદ તેને ઘરે જવા દેવામાં આવી હતી.