રોકેટ (Rocket) ચંદ્ર સાથે અથડાયું
અમેરિકન ઉદ્યોગપતિ ઇલોન મસ્કની કંપની SpaceXનું રોકેટ ચંદ્રની સપાટી સાથે અથડાતા અવકાશ વિજ્ઞાનમાં નવી ચર્ચા શરૂ થઈ છે. અંદાજે 4,000 કિલો વજન ધરાવતો Falcon-9 રોકેટનો (Rocket) ઉપરનો ભાગ લગભગ 8,690 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચંદ્ર સાથે ટકરાયો હોવાનું જણાવાયું છે. NASAએ સ્પષ્ટ કર્યું છે કે આ ઘટનાથી પૃથ્વી માટે કોઈ ખતરો નથી, પરંતુ આ ટક્કર વૈજ્ઞાનિક અભ્યાસ માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.આ ઘટના બાદ સમગ્ર વિશ્વના અવકાશ વૈજ્ઞાનિકોની નજર હવે ચંદ્રની સપાટી પર બનનારા નવા ક્રેટર અને તેના પ્રભાવ પર કેન્દ્રિત થઈ ગઈ છે.
Falcon-9 રોકેટ કેવી રીતે ચંદ્ર સુધી પહોંચ્યું?
આ રોકેટ (Rocket) જાન્યુઆરી 2025 દરમિયાન ફ્લોરિડાથી લોન્ચ કરવામાં આવ્યું હતું. તેનો ઉપયોગ અમેરિકા અને જાપાનના લુનર લેન્ડર અવકાશમાં મોકલવા માટે કરવામાં આવ્યો હતો.મિશન સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ Falcon-9નો ઉપરનો ભાગ અવકાશમાં જ તરતો રહ્યો હતો. ત્યારબાદ પૃથ્વી, ચંદ્ર અને સૂર્યના ગુરુત્વાકર્ષણના સંયુક્ત પ્રભાવને કારણે તેની દિશા ધીમે-ધીમે બદલાતી ગઈ.લગભગ 18 મહિના સુધી અવકાશમાં ભટક્યા બાદ આખરે આ રોકેટ સીધું ચંદ્ર તરફ આગળ વધ્યું અને તેની સપાટી સાથે અથડાઈ ગયું.
(Rocket) ટક્કર ક્યાં થઈ?
વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આ ટક્કર ચંદ્રના પ્રસિદ્ધ Einstein Crater નજીક થઈ છે.આ વિસ્તાર ચંદ્રના એવા ભાગમાં આવેલો છે જ્યાં સૂર્યપ્રકાશ રહે છે, પરંતુ સામાન્ય ટેલિસ્કોપથી આ ઘટનાને જોવી લગભગ અશક્ય હતી.ટક્કર દરમિયાન સર્જાયેલ પ્રકાશ ખૂબ જ ક્ષણિક અને ઝાંખો હોવાથી પૃથ્વી પરથી તેનું સીધું અવલોકન થઈ શક્યું નથી.
ટક્કર બાદ શું થયું?
કેમ્બ્રિજ યુનિવર્સિટીના ખગોળશાસ્ત્રીઓનું માનવું છે કે આ રોકેટ અથડાતા ચંદ્રની ધૂળનો વિશાળ વાદળ ઊભો થયો હશે.આ ધૂળ લગભગ 100 કિલોમીટર સુધી ઉપર ગઈ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.વૈજ્ઞાનિકોના મત મુજબ આ ઘટના ચંદ્રની સપાટીના અભ્યાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે કારણ કે નિયંત્રિત માહિતી ધરાવતી આવી ટક્કર ખૂબ જ દુર્લભ હોય છે.
NASA હવે શું કરશે?
હાલમાં આ ઘટનાની તસવીરો ઉપલબ્ધ નથી કારણ કે ટક્કર સમયે કોઈ ઓર્બિટર યોગ્ય સ્થાન પર નહોતું.આવનારા દિવસોમાં NASAનું Lunar Reconnaissance Orbiter (LRO) તેમજ દક્ષિણ કોરિયાનું Danuri Orbiter ટક્કર સ્થળની તસવીરો લેશે.જૂની અને નવી તસવીરોની સરખામણી કરીને વૈજ્ઞાનિકો જાણી શકશે કે આ રોકેટ (Rocket) ટક્કરથી કેટલો મોટો ક્રેટર બન્યો છે અને ચંદ્રની સપાટી પર કેટલો ફેરફાર આવ્યો છે.
ચંદ્ર પર પહેલાથી જ 190 ટનથી વધુ સ્પેસ ડેબ્રિસ
આ રોકેટ (Rocket) ટક્કર બાદ ચંદ્ર પર માનવસર્જિત અવકાશી કચરાની સંખ્યામાં વધુ વધારો થયો છે. વૈજ્ઞાનિકોના અંદાજ પ્રમાણે હાલમાં ચંદ્ર પર લગભગ 3,000 જેટલી માનવસર્જિત વસ્તુઓ પડેલી છે, જેનું કુલ વજન અંદાજે 190 ટન જેટલું છે.સપ્ટેમ્બર 1959માં સોવિયત સંઘનું Luna-2 ચંદ્રની સપાટી પર પહોંચનારું પ્રથમ માનવ નિર્મિત યાન હતું. ત્યારથી લઈને અત્યાર સુધી અનેક દેશોએ ચંદ્ર પર લેન્ડર, ઓર્બિટર, વૈજ્ઞાનિક સાધનો અને રોકેટ (Rocket) ના ભાગો છોડ્યા છે.NASAના એપોલો મિશન દરમિયાન પણ ચંદ્ર પર અનેક સાધનો, વાહનોના ભાગો અને વૈજ્ઞાનિક ઉપકરણો છોડવામાં આવ્યા હતા, જે આજે પણ ત્યાં જ છે.
આ ટક્કરથી વૈજ્ઞાનિકોને શું ફાયદો થશે?
આ રોકેટ (Rocket) ટક્કર વૈજ્ઞાનિકો માટે એક દુર્લભ સંશોધન તક બની છે.સાયન્સ મ્યુઝિયમના સ્પેસ નિષ્ણાતોના જણાવ્યા મુજબ સામાન્ય રીતે જ્યારે કોઈ ઉલ્કાપિંડ ચંદ્ર સાથે અથડાય છે ત્યારે તેની ગતિ, વજન અથવા દિશા વિશે ચોક્કસ માહિતી ઉપલબ્ધ હોતી નથી.પરંતુ Falcon-9 રોકેટના કદ, વજન અને ઝડપ અંગે પહેલેથી જ સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ હોવાથી હવે વૈજ્ઞાનિકો ચંદ્રની સપાટી પર બનેલા નવા ક્રેટર અને ઉડેલી ધૂળનો વધુ સચોટ અભ્યાસ કરી શકશે.આ અભ્યાસથી ચંદ્રની જમીનની રચના, તેની સપાટીનું વર્તન અને કરોડો વર્ષ પહેલાં થયેલી ટક્કરો વિશે નવી માહિતી મળી શકે છે.
Falcon-9નો બૂસ્ટર હજુ પણ ઉપયોગમાં લેવાઈ રહ્યો છે
જ્યારે ચંદ્ર સાથે અથડાયેલો ભાગ Falcon-9નો ઉપરનો સ્ટેજ હતો, ત્યારે તેનું નીચેનું બૂસ્ટર સફળતાપૂર્વક પૃથ્વી પર પરત આવ્યું હતું.SpaceX પોતાના પુનઃઉપયોગી બૂસ્ટર માટે જાણીતી છે. જાન્યુઆરી 2025ના મિશનમાં ઉપયોગમાં લેવાયેલો આ જ બૂસ્ટર ફરી એક વખત લોન્ચ માટે તૈયાર કરવામાં આવ્યો છે.કંપની અનુસાર આ બૂસ્ટરને 18મી વખત ઉપયોગમાં લેવામાં આવશે, જે SpaceXની રિયૂઝેબલ ટેક્નોલોજીની સફળતા દર્શાવે છે.
આ પણ વાંચો :પેટ્રોલ -ડીઝલ (Petrol) નહીં મળે જો વીમો નહીં હોય! સુપ્રીમ કોર્ટના નવા આદેશથી વાહનચાલકો માટે બદલાશે નિયમો
સ્પેસ ડેબ્રિસ શું છે?
સ્પેસ ડેબ્રિસ એટલે અવકાશમાં માનવ દ્વારા છોડવામાં આવેલા એવા કચરાને કહેવામાં આવે છે, જે હવે કોઈ કાર્ય કરતું નથી.
તેમાં સામેલ છે:
- રોકેટ (Rocket) ના તૂટેલા ભાગો
- નિષ્ક્રિય સેટેલાઇટ
- અવકાશયાનના અવશેષ
- લોન્ચિંગ દરમિયાન છૂટેલા ધાતુના ટુકડા
આ કચરો પૃથ્વીની ભ્રમણકક્ષાથી લઈને ચંદ્ર સુધી વિવિધ જગ્યાએ ફેલાયેલો છે.
Einstein Crater કેમ ખાસ છે?
જે સ્થળે આ રોકેટ (Rocket) અથડાયું તે Einstein Crater ચંદ્રના પશ્ચિમ ભાગમાં આવેલો વિશાળ ખાડો છે.આ ક્રેટરનો વ્યાસ અંદાજે 170 કિલોમીટર જેટલો છે. વૈજ્ઞાનિકો માટે આ વિસ્તાર મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે અહીંની સપાટીનો અભ્યાસ કરીને ચંદ્રના ભૂગર્ભ ઇતિહાસ વિશે મહત્વની માહિતી મળી શકે છે.



