સુરતના લાલ દરવાજા વિસ્તારમાં મોટા વરાછાના રેહ્વાશી હીરાદલાલ તેમની પત્ની સાથે મંદિરેથી પરત ફરતા રસ્તામાં ચાલુ મોપેડ પરથી પત્ની નું પર્શ ઝૂંટવ્યું ત્યારબદ પતિ ને ઈજા થઇ અને પત્ની ને પગમાં ફેકચર થયું
મોટા વરાછાના દંપતી મંદિરેથી દર્શન કરી ઘરે પરત ફરતા હતા .મોટા વરાછાના હીરાદલાલ મંગળવારે સવારે 6 વાગ્યે માત્ર 1 જ મિનિટના ટુંકા સમયમાં રામપુરા સ્વામીનારાયણ મંદિરે દર્શન કરી મોપેડ પર પત્ની સાથે ઘરે જઇ રહ્યાં હતાં.
લાલ દરવાજાથી ગરનાળા તરફ જતા મોપેડ પર આવેલા સ્નેચરે ચાલુ મોપડે પત્નીનું પર્સ ઝૂંટવ્યું હતું. દલાલનું સ્કુટી પર સંતુલન ન રહેતા પતિ પત્ની નીચે ઘસડાયા હતા . પતિ-પત્નીને ઈજા થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ પણ વાંચો :પાંડેસરામાં ઝાડા ઉલટી બાદ 4 વર્ષીય બાળકનું મોત
બીજી તરફ સ્નેચરે ભાગવાનો પ્રયાસ કરતા હીરાદલાલે માર મારી શર્ટ પકડી રાખતા તે પણ પટકાયો હતો, ત્યારબાદ ભાગી છૂટ્યો હતો. મહિલાના પર્સમાં રૂ.340 રોકડ મળતા ફરી પર્સ આપવા હાથ લાંબો કર્યો પરંતુ પકડાઈ જવાના ડરથી એક્ટિવા લઈને ફરાર થઈ ગયો હતો. નંબરના આધારે પોલીસે તપાસ કરાવતા ચોરી હોવાની આશંકા બતાવી હતી.
મોટા વરાછામાં ધર્મજીવન રો-હાઉસમાં રહેતા 55 વર્ષીય મનસુખભાઈ ગોઠડીયાને ઈજા થઈ છે. તેમના પત્ની વિજ્યાબેનને પગમાં ફ્રેક્ચર થતા દોઢ લાખની સર્જરી કરાવવાની નોબત આવી છે. મહીધરપુરા પોલીસે ગુનો નોંધ્યો છે.
યાસીન દારા સુરત
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી