રાજકોટ શહેરના રામનાથ મહાદેવ મંદિરની છત પર નશામાં ચૂર હોય તે રીતે ગીત પર શરાબની બોટલ પીતા અને બોટલ ફોડી નાચતા ત્રણ શખ્સોએ તમામ મર્યાદા પાર કરી દીધી છે.
આ શખ્સોને પોલીસની લેશ માત્ર ફડક ન હોય તેમ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતાં લાખો ભાવિકોની આસ્થાને ઠેસ પહોંચી છે. સોશિયલ મીડિયા પર વાયુવેગે વાઈરલ થયેલો વીડિયો પોલીસ પાસે પહોંચ્યો છે. પોલીસે વીડિયોમાં ભાન ભૂલેલા ત્રણેય શખ્સ જયદીપ વાડોદરા, શિવમ જાડેજા અને મયુર કુંભારને ઝડપી લીધા છે.
આ શરમજનક ઘટના અંગે રામનાથ મંદિરના મુખ્ય સેવક દીપકગીરી ગોસાઈએ જણાવ્યું હતું કે, મંદિરની પાછળના ભાગે મેદાન મળી ગયું છે.
આ દીવાલ દૂર કરી દેવા માટે અનેક વખત રજૂઆત કરી છે. આમ છતાં કોઇ જવાબદાર તંત્ર ધ્યાન દેતું નથી. અસામાજિક તત્ત્વો દીવાલની આડમાં કાયમ ગોરખધંધા કરે છે. જે વીડિયો વાઇરલ થયો છે તે 15 દિવસ પહેલાનો હોય એવું અનુમાન છે. મંદિરમાં સ્વચ્છતા, મર્યાદા જળવાઈ રહે તે માટે સ્વયંસેવકોની ટીમ પણ કામ કરે છે. જોકે પોલીસ નાઇટ પેટ્રોલિંગ વધારી સુરક્ષા પ્રદાન કરે તે જરૂરી છે.
રાજકોટનું રામનાથ મહાદેવ મંદિર હજારો લોકોની આસ્થાનું કેન્દ્ર છે ત્યાં આવા લુખ્ખા-દારૂડિયા તત્ત્વો દારૂ પીવાની એક્ટિંગ કરી બોટલો ફોડે તે બે કોમ વચ્ચે વૈમનસ્ય ઊભું કરનાર અને ધાર્મિક લાગણી સાથે ખિલવાડ થાય તેવું કૃત્ય છે. આથી ગુનો પોલીસે દાખલ કરવો જોઇએ. રામનાથપરા મંદિરના નવા બંધાઇ રહેલા પરિસરમાં આસ્થાને ઠેંસ પહોંચાડવા અંગેનો વીડિયો અમારી પાસે પહોંચ્યો છે.
પોલીસની અલગ-અલગ ટીમ બનાવી મંદિર આસપાસની સોસાયટીઓમાં રવાના થઈ હતી, આ સાથે સાયબર ક્રાઈમ પોલીસ પણ તપાસમાં જોડાઈ હતી. વિવિધ વિસ્તારોમાં વીડિયો બતાવી ત્રણેયની ઓળખ મેળવી ઝડપી લીધા હતા.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી