કૈલાશનગરના ગણેશ ભારતીનું બાળક ને ઝાડા ઉલટી બાદ મોત
સુરત સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી માસુમ બાળકોના અકાળે મોત થઈ રહ્યાં છે. જેથી વાલીઓ સહિત મેડિકલ વિભાગ પણ ચિંતિત છે. ત્યારે પાંડેસરા વિસ્તારમાં 4 વર્ષીય બાળકનું ઝાડા ઉલટી બાદ મોત નીપજ્યું હતું. જેને લઈને બાળકના પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.
બાળક ને સારવાર મળે તે પેહલા જ તબીબોએ મોત જાહેર કર્યું
પાંડેસરા વિસ્તારમાં આવેલા કૈલાસરનગરમાં રહેતા શ્રમિક પરિવારના બાળકનું ઝાડા ઉલટી બાદ મોત નીપજ્યું હતું. 4 વર્ષીય બાળક ગણેશ ભારતીનું બાળકને ઝાડા ઉલટી થયા હતાં. જેથી માતા પિતા બાળકને હોસ્પિટલમાં લઈ ગયા હતા. જો કે, બાળકને સારવાર મળે તે પહેલા જ તબીબોએ તેને મૃત જાહેર કર્યું હતું.
બાળક ના મૃતદેહને કાર્યવાહી કરવા પીએમ ને હાથ ધારી
બાળકની માતાએ કહ્યું કે, ગણેશ ભારતીને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી નહોતી. ફક્ત ઝાડા ઉલટી બાદ અચાનક મોત નીપજ્યું છે. આ મોતને તેઓ માની પણ શકતા નથી. બાળકના મોતને લઈને સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું છે. પાંડેસરા પોલીસે બાળકના મૃતદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી છે.
યાસીન, સાબિર, સુરત
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં