આજે દેશમાં મોટાપાયે ઓનલાઈન પેમેન્ટ કરવામાં આવી રહ્યું છે. UPI પેમેન્ટ પાનની દુકાનોથી લઈને મોલ અને ચાની દુકાનો સુધી કરવામાં આવી રહ્યું છે. ઘણી વખત ઉતાવળમાં ભૂલથી બીજાના ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ જાય છે. આવી સ્થિતિમાં મુશ્કેલી વધી જાય છે, પરંતુ શું તમે જાણો છો કે તમને આ પૈસા પાછા પણ મળી શકે છે.તમે NPCI વેબસાઈટ કેટલાક સ્ટેપ્સ ફોલો કરીને તમારા પૈસા પાછા મેળવી શકો છો. ચાલો અહી જાણીએ ….
NPCI વેબસાઇટ કરશે મદદ
જો તમારી સાથે ક્યારેય એવું થાય છે કે પૈસા ખોટા ખાતામાં ટ્રાન્સફર થયા છે, તો આ રિપોર્ટ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તમે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ની વેબસાઈટ પર જઈને ફરિયાદ કરી શકો છો, ત્યારબાદ તમને પૈસા પાછા મળી જશે.
આ પણ વાંચો :UPI NPI Linkage: UPI સાથે નેપાળનો NPI થસે લિંક, ઝડપથી ક્રોસ બોર્ડર પેમેન્ટ શક્ય બનશે.
- NPCI સાઇટ પર ફરિયાદ કેવી રીતે કરવી
- સૌથી પહેલા https://www.npci.org.in/ પર જાઓ.
- હવે જમણી બાજુએ દેખાતા ગેટ ઇન ટચ વિકલ્પ પર ક્લિક કરો.
- આમાંથી UPI ફરિયાદ પર ક્લિક કરો.
- તે પછી તમારી સામે એક મેનૂ ખુલશે જેમાં ઘણા ઓપ્સન હશે.
- આમાંથી તે ઓપ્સન પસંદ કરો જે sam. ફરિયાદ કરવા માંગો છો
- જો તમે ખોટા ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા છે તો ફરિયાદમાં ટ્રાન્ઝેક્શન વિકલ્પ પર ક્લિક કરો.
- હવે જરૂરી માહિતી ભરીને ફોર્મ સબમિટ કરો.
- ફરિયાદ કર્યા પછી, તમારા પૈસા થોડા દિવસોમાં પરત આવી જશે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી