Ram Mandir Donation: રામ મંદિરના અભિષેકને 11 દિવસ થઈ ગયા છે. અભિષેક સમારોહથી અત્યાર સુધીમાં લગભગ 25 લાખ ભક્તોએ રામજન્મભૂમિની મુલાકાત લીધી છે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે જણાવ્યું કે છેલ્લા 10 દિવસમાં લગભગ 8 કરોડ રૂપિયા દાન પેટીઓમાં જમા થયા છે અને લગભગ 3.50 કરોડ રૂપિયા ઓનલાઈન પ્રાપ્ત થયા છે. આમાં પ્રસાદ અને દાનના રૂપિયા પણ સામેલ છે.
ટ્રસ્ટના કાર્યાલયના પ્રભારી પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું હતું કે ભગવાન જ્યાં નિવાસ કરે છે તે ગર્ભગૃહની સામે દર્શન માર્ગ પાસે ચાર મોટા કદની દાનપેટીઓ રાખવામાં આવી છે, જેમાં ભક્તો દાન કરી રહ્યા છે. આ ઉપરાંત 10 કોમ્પ્યુટરાઈઝડ કાઉન્ટર પર પણ લોકો દાન આપી રહ્યા છે.
ડોનેશન કાઉન્ટર માટે અલગ સ્ટાફની નિમણૂક
તમામ ડોનેશન કાઉન્ટરો પર ટેમ્પલ ટ્રસ્ટના કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે છે, જેઓ સાંજે કાઉન્ટર બંધ થયા બાદ ટ્રસ્ટ ઓફિસમાં મળેલી દાનની રકમનો હિસાબ જમા કરાવે છે. 11 બેંક કર્મચારીઓ અને ત્રણ મંદિર ટ્રસ્ટના કર્મચારીઓ સહિત 14 કર્મચારીઓની ટીમ ચાર દાન પેટીઓમાં અઆવેલ દાનની ગણતરી કરી રહ્યા છે. ગુપ્તાએ કહ્યું કે દાન એકત્ર કરવાથી માંડીને તેની ગણતરી સુધીની દરેક બાબતો સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:5-જી ગુજરાત:નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા બજેટ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આવકાર્યા
ઓલ સિઝન બિજોલિયા સ્ટોન
ભક્તો રામલલાના દર્શન કરી શકે તે માટે મંદિરમાં બિજોલિયા પથ્થરો લગાવવામાં આવ્યા છે. નિષ્ણાતોએ દાવો કર્યો છે કે લગભગ 5 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલા બિજોલિયા પથ્થરો પર દરેક સિઝનમાં શ્રદ્ધાળુઓ આરામથી ચાલી શકશે. જેમાં પરિક્રમા ક્ષેત્ર અને કુબેર ટીલાને પણ આવરી લેવાયા છે . સ્ટોન એક્સપર્ટ દીક્ષા જૈને જણાવ્યું કે, ‘રાજસ્થાનનો આ બિજોલિયા પથ્થર તેની ગુણવત્તામાં ખૂબ જ ખાસ છે, કારણ કે તે ન તો ઉનાળામાં ખૂબ ગરમ થાય છે અને ન તો શિયાળામાં ખૂબ ઠંડો થાય છે. આ પથ્થર લગભગ 1,000 વર્ષ સુધી બગડતો નથી, જ્યારે તેની પાણીને શોષવાની ક્ષમતા અન્ય પત્થરો કરતાં વધુ છે.
દરરોજ 2 લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે
ટ્રસ્ટના પ્રભારી ગુપ્તાએ જણાવ્યું કે, રામલલાના દર્શન કરવા દરરોજ 2 લાખથી વધુ ભક્તો રામ મંદિર પહોંચી રહ્યા છે. તેમણે કહ્યું કે છેલ્લા 11 દિવસમાં 25 લાખથી વધુ ભક્તો રામ મંદિરમાં ભગવાનના દર્શન કરવા આવી ચુક્યા છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં