જમવાની સાથે અથાણું મળી જાય તો ભોજનનો સ્વાદ વધી જાય છે. અથાણાંના ખાટ્ટા સ્વાદને કારણે અથાણુ ભાવે છે, તમને જણાવી દઈએ કે, અથાણાંને કારણે આરોગ્યને નુકસાન થઈ શકે છે.
- અથાણું મળી જાય તો ભોજનનો સ્વાદ વધી જાય છે
- અથાણાંના ખાટ્ટા સ્વાદને કારણે અથાણુ ભાવે છે
- અથાણાંને કારણે આરોગ્યને નુકસાન થઈ શકે છે
જમવાની સાથે અથાણું મળી જાય તો ભોજનનો સ્વાદ વધી જાય છે. અથાણાંમાં અલગ અલગ ફળ અને શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે, કેરી, ગાજર, લીંબુ, આમળા વગેરે. અથાણાંના ખાટ્ટા સ્વાદને કારણે અથાણુ ભાવે છે, તમને જણાવી દઈએ કે, અથાણાંને કારણે આરોગ્યને નુકસાન થઈ શકે છે.
અથાણાંથી થતા નુકસાન
- બ્લડપ્રેશર વધે છે
અથાણાંમાં મીઠાનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. સોડિયમની માત્રા વધી જવાને કારણે બ્લડપ્રેશરની સમસ્યા થઈ શકે છે. અથાણાંને સૂકવવા માટે અને ટેસ્ટ માટે મીઠાનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે બ્લડપ્રેશર વધી શકે છે, જેના કારણે હાર્ટની સમસ્યા થઈ શકે છે.
- કોલસ્ટ્રોલ વધી શકે છે
અથાણાંમાં મીઠાની સાથે તેલનો પણ વધુ ઉપયોગ કરવામાં આવે છે. અથાણું બગડે નહીં તે માટે તેલનો વધુ ઉપયોગ કરવામાં આવે છે, જે પ્રિઝર્વેટીવ તરીકે કામ કરે છે. તેલની માત્રા વધવાને કારણે કોલસ્ટ્રોલ વધી શકે છે, જેથી ગુડ કોલસ્ટ્રોલ ઓછે થઈ જાય છે, જેના કારણે હ્રદયરોગ થઈ શકે છે અને લિવર પર અસર થાય છે.
- કિડની માટે નુકસાનકારક
અથાણામાં મીઠુ વધુ હોવાને કારણે સોડિયમની માત્રા વધી જાય છે. જેના કારણે કિડનીનો વર્કલોડ વધી જાય છે. ભોજનમાં સોડિયમ વધુ હોવાને કારણે કિડની પર વધુ પ્રેશર પડે છે, જેના કારણે કિડનીની બિમારી થઈ શકે છે. વોટર રિટેંશન, બ્લોટિંગની સમસ્યા પણ થઈ શકે છે.
- ગેસ્ટ્રિક કેન્સરની સમસ્યા
અથાણાંમાં સોડિયમની માત્રા વધુ હોવાને કારણે પેટનું કેન્સર થવાની સંભાવના રહે છે. જેના કારમે પેટમાં ચાંદા પડે છે, જે આગળ જતા કેન્સરનું રૂપ પણ લઈ શકે છે.
- પોષકતત્ત્વોની ઓછી માત્રા
અથાણું બનાવવા માટે જે પણ ફળ અથવા શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે, તે તડકામાં સૂકવવામાં આવે છે. ફળ અથવા શાકભાજીમાં રહેલ પાણીને કારણે અથાણું ખરાબ થઈ શકે છે, આ કારણોસર તડકામાં સૂકવવામાં આવે છે. જેના કારણે ફળ અથવા શાકભાજીમાં રહેલ પોષકતત્ત્વોનો નાશ થઈ શકે છે.
- મસલ ક્રેંપિંગ
અથાણાંનું વધુ સેવન કરવાને કારણે ઈલેક્ટ્રોલાઈટ્સનું સંતુલન બગડી શકે છે. અથાણાંમાં વધુ સોડિયમ હોવાને કારણે આ સમસ્યા થાય છે, જેના કારણે માંસપેશીઓમાં ક્રેંપિંગની સમસ્યા થઈ શકે છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. divyangnewschannel.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે. અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં અમારી વેબસાઇટ “divyangnewschannel.com” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.