કુલ્ફી એક એવી વ્સતુ છે જે નાના બાળકોથી લઇને વૃદ્ધ લોકોને ખૂબ જ ભાવે છે. કુલ્ફીનું નામ પડતાં જ મોઢામાં પાણી આવી જાય છે. તો આજે જાણો ઘરમાં બ્રેડમાંથી બનાવો કેસર-પિસ્તાની કુલ્ફી બનાવો.
કુલ્ફી બનાવવા માટેની સામગ્રી
- દૂધ- 1 લીટર
- બ્રેડ સ્લાઇસ- 4
- પિસ્તા- 2 ચમચી
- ખાંડ- 100 ગ્રામ
- નાની ઇલાયચી- 4
કેસર
બનાવવાની રીત
- એક મોટા વાસણમાં દૂધ લઈને ગરમ કરો.
- ઉભરો આવ્યા બાદ એક કપ દૂધ અલગ કાઢી લો, બચેલું દૂધ અડધું થઇ જાય ત્યાં સુધી ઉકાળો.
- થોડી થોડી વારે દૂધને હલાવતા રહો જેથી દૂધ વાસણમાં નીચે ચોંટી ન જાય. દૂઘ ઘટ્ટ થઇ જાય એટલે તેને ઉતારીને ઠંડુ કરી લો.
- બ્રેડ સ્લાઇસની ચારે તરફથી કિનારી કાપી લો. વધેલા એક કપ દૂધમાં કેસર નાંખી હલાવો.
- હવે ઘટ્ટ થયેલા દૂધમાં બ્રેડ તોડીને નાંખો અને ખાંડ સારી રીતે મિક્સ થાય ત્યાં સુધી મિક્સ કરો.
- કેસરવાળું દૂધ, ઇલાયચી પાવડર અને પિસ્તા મિક્સ કરો. કેસર પિસ્તા કુલ્ફી જમાવવા માટે મિશ્રણ તૈયાર છે.
- તેને આઇસક્રીમ મોલ્ડ કે અન્ય કોઈ વાસણમાં જમાવો.
- આ કુલ્ફીને નાના માટલા કે નાની વાટકીઓમાં પણ જમાવી શકો છો.
- આ કુલ્ફીને જામવામાં લગભગ 4-8 કલાકમાં જામી જશે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે. અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં અમારી વેબસાઇટ “divyangnewschannel.com” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.